Harshad Bhojak : લાંચિયા આસિ. TDO ના ઘરે મોડી રાત સુધી ACB નું સર્ચ, લાખોનો મુદ્દામાલ જપ્ત
- લાંચિયા હર્ષદ ભોજકનાં નિવાસસ્થાને મોડી રાત સુધી ACB ની તપાસ
- હર્ષદ ભોજકના ઘરેથી કુલ 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- સમગ્ર મામલામાં કેટલાક અધિકારીઓના નામ ખૂલે તેવી શક્યતા
અમદાવાદનાં (Ahmedbad) આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની (Chinubhai Tower) સામે આવેલા રત્ના બિઝનેસ સ્કવેર ખાતે ગઈકાલે ACB ની ટીમે દરોડા પાડીને AMC પૂર્વ ઝોનનાં (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક (Harshad Bhojak) અને આશિષ પટેલને રૂ. 20 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. આ કેસમાં લાંચિયા હર્ષદ ભોજકનાં પ્રગતિનગર ખાતેનાં નિવાસસ્થાને મોડી રાતે ACB ના અધિકારીઓની 7 કલાક સુધી તપાસ ચાલી હતી. દરમિયાન, જરૂરી દસ્તાવેજ, 73 લાખ રૂપિયાની રોકડ અને સાડા 4 લાખ રૂપિયાનું સોનું સહિત હર્ષદ ભોજકનાં ઘરેથી કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લાંચિયા હર્ષદ ભોજકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા
હર્ષદ ભોજકનાં ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન
અમદાવાદમાં AMC પૂર્વ ઝોનના (East Zone AMC) આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક અને તેના સાથી આશિષ પટેલને (Ashish Patel) રૂ. 20 લાખની લાંચ લેતા ACB ની ટીમે ગઈકાલે રંગેહાથ ઝડપ્યા હતા. આ મામલે એસીબીની ટીમ દ્વારા લાંચિયા આ. ટીડીઓ અધિકારી હર્ષદ ભોજકનાં (Harshad Bhojak) શહેરનાં પ્રગતિનગર ખાતે આવેલા ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. માહિતી મુજબ, સર્ચ દરમિયાન ACB ની ટીમે હર્ષદ ભોજકનાં ઘરમાંથી જરૂરી દસ્તાવેજ, રૂ. 73 લાખ રૂપિયાની રોકડ અને સાડા 4 લાખ રૂપિયાના સોના સહિત કુલ રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એવી માહિતી છે કે આ સમગ્ર મામલામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનાં નામ ખૂલે તેવી શક્યતા છે. સાથે જ હજુ પણ મસમોટા ખુલાસા થવાની વકી છે. લાંચિયા અધિકારી હર્ષદ ભોજકનાનાં રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાશે. રિમાન્ડ મેળવી એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.
અમદાવાદના લાંચિયા આસિ.TDOને લઈને સૌથી મોટા સમાચાર
ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું આસિ.TDO હર્ષદ ભોજકના ઘરે
હર્ષદ ભોજકના ઘરેથી ACBએ 73 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી
હર્ષદ ભોજકના ઘરેથી સાડા ચાર લાખ રૂપિયાનું સોનું પણ જપ્ત#Gujarat #Ahmedabad #TDO #BigBreaking #HarshadBhojak #ACB #Raid… pic.twitter.com/r1mK0UYwjD— Gujarat First (@GujaratFirst) August 1, 2024
આ પણ વાંચો - Bharuch: રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એક્ટ્રોસિટીનો ગુનો દાખલ, માતાની ધરપકડ
ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગમાં સન્નાટો
અમદાવાદ (Ahmedbad) શહેરના 48 વૉર્ડ પૈકી એકપણ વૉર્ડ એવો બાકી નહીં હોય જ્યાં AMC એસ્ટેટ વિભાગની (Estate Department AMC) મહેરબાનીથી ગેરકાયદેસર બાંધકામ નહીં થયું હોય. ગુજરાત ACB એ કરેલી કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસ્ટેટ વિભાગનાં નાનાથી માંડી મોટા અધિકારીઓ હાલ કોઈની સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. એક ચર્ચા એવી પણ છે કે, ભ્રષ્ટાચારી હર્ષદ ભોજક (Harshad Bhojak AMC) સાથે સંકળાયેલા કેટલાંક બાબુઓ ભ્રષ્ટાચારનાં પુરાવા સગેવગે કરવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે.
આ પણ વાંચો - Jamnagar : ધ્રોલમાં એક સાથે 748 હિન્દુ પરિવારોએ ઉચ્ચારી ધર્માંતરણની ચીમકી, કારણ ચોંકાવનારું!