Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harshad Bhojak એ ગેરકાયદેસર 10 માળનું બિલ્ડીંગ ઉભુ થવા દીધું

અમદાવાદ AMC ના આસિ. TDO લાંચ મામલો ગુજરાત ફર્સ્ટ પહોચ્યું સના એપાર્ટમેન્ટ જમાલપુરમાં આવેલ છે સના એપાર્ટમેન્ટ 2023માં હર્ષદ ભોજકના વિસ્તારમાં બન્યું બિલ્ડિંગ 10 માળની બિન અધિકૃત બિલ્ડિંગને અધિકૃત કરવાના આરોપ સમગ્ર મામલો કમિશનરને ધ્યાને પડતા કરી હતી કાર્યવાહી...
harshad bhojak એ ગેરકાયદેસર 10 માળનું બિલ્ડીંગ ઉભુ થવા દીધું
  • અમદાવાદ AMC ના આસિ. TDO લાંચ મામલો
  • ગુજરાત ફર્સ્ટ પહોચ્યું સના એપાર્ટમેન્ટ
  • જમાલપુરમાં આવેલ છે સના એપાર્ટમેન્ટ
  • 2023માં હર્ષદ ભોજકના વિસ્તારમાં બન્યું બિલ્ડિંગ
  • 10 માળની બિન અધિકૃત બિલ્ડિંગને અધિકૃત કરવાના આરોપ
  • સમગ્ર મામલો કમિશનરને ધ્યાને પડતા કરી હતી કાર્યવાહી
  • કમિશનર દ્વારા અટકાવવામાં આવ્યા હતા 2 પ્રમોશન
  • ઓગસ્ટ 2023માં કમિશનરે કર્યો હતો આદેશ

Harshad Bhojak : 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ કોર્પોરેશનના આસિ.ટાઉન પ્લાનિંગ ઓફિસર હર્ષદ ભોજકે (Harshad Bhojak)જમાલપુર વોર્ડમાં 10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જમાલપુર વોર્ડમાં સના એપાર્ટમેન્ટ નામનું 10 માળવનું બિલ્ડીંગ ઉભુ થઇ ગયું હોવા છતાં હર્ષદે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેથી ઓગષ્ટ 2023માં મ્યુનિ.કમિશનરે હર્ષદને શો કોઝ નોટિસ આપીને ખુલાસો પણ પુછ્યો હતો.

Advertisement

ઓગસ્ટ 2023માં કમિશનરે કર્યો હતો આદેશ

અમદાવાદ AMC ના આસિ. TDO લાંચ મામલે આજે ગુજરાત ફર્સ્ટ સના એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યું હતું. 2023માં હર્ષદ ભોજકના વિસ્તારમાં આ બિલ્ડિંગ બન્યું હતું અને 10 માળની બિન અધિકૃત બિલ્ડિંગને અધિકૃત કરવાના આરોપ લગાવાયા છે. સમગ્ર મામલો કમિશનરને ધ્યાને પડતા તેમણે કાર્યવાહી કરી હતી અને કમિશનર દ્વારા 2 પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો---- Harshad Bhojak : લાંચિયા અને ભ્રષ્ટ આસિસ્ટન્ટ TDO વિરુદ્ધ હવે AMC કમિશ્નરની કડક કાર્યવાહી

Advertisement

હર્ષદ ભોજકને બીજી વખત શો કોઝ નોટિસ અપાઇ

લાંચીયા હર્ષદ ભોજકના વધુ કાંડ હવે બહાર આવી રહ્યા છે. અનેક વખત ભ્રષ્ટાચારના વિવાદમાં આવેલા હર્ષદે જમાલપુર વોર્ડમાં 10 માળના સના એપાર્ટમેન્ટ નામના બિલ્ડીંગને ગેરકાયદેસર રીતે ઉભુ થવા દીધું હતું. સના એપાર્ટમેન્ટના બિલ્ડર સાથે મેળાપીપણું કરવાના આરોપસર હર્ષદને ઓગષ્ટ 2023માં શો કોઝ નોટિસ અપાઇ હતી તથા આ સાથે પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં ગોલ્ડન પ્લાઝા નામની બાંધકામ સાઇટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કમિશનર એમ.થેન્નારસન રાઉન્ડ પર નીકળતાં તેમના ધ્યાનમાં આવ્યું હતું કે બાંધકામ સાઇટ પર નિયમ મુજબ ગ્રીનનેટ લગાવવા સહિતની વ્યવસ્થા કરાઇ ન હતી તેથી હર્ષદ ભોજકને બીજી વખત શો કોઝ નોટિસ અપાઇ હતી.

રહેણાંક હેરીટેજ બાંધકામ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઉભા કરી દેવાયા હોવાની ફરિયાદો

હર્ષદને કોટ વિસ્તારમાં રહેણાંક હેરીટેઝ બાંધકામના રીપેરીંગ અને રીસ્ટોરેશનની મંજૂરી આપવાની ફરજ સોંપાઇ હતી. એ સમયે ભ્રષ્ટાચાર આચરી તેણે પોળ વિસ્તારના મોટી સંખ્યામાં રહેણાંક હેરીટેજ બાંધકામ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઉભા કરી દેવાયા હોવાની ફરિયાદો પણ કમિશનર સમક્ષ પહોંચી છે.

ફૂટેજ આપવામાં પણ ગલ્લાતલ્લા

આ ઉપરાંત કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં આવતા જતા લોકો ઉપર નજર રાખવા સીસી ટીવી કેમેરા લગાવાયા હતા. આ સીસી ટીવીના ફૂટેજ માહિતી અધિકાર એક્ટ હેઠળ માગવામાં આવ્યા હતા પણ તે આપવામાં પણ હર્ષદ ભોજકે ગલ્લાતલ્લાં કરી દીધા હતા અને તેથી હર્ષદને માહિતી આયોગ તરફથી 15 હજાર રુપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો---- Harshad Bhojak : લાંચિયા આસિ. TDO ના ઘરે મોડી રાત સુધી ACB નું સર્ચ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.