Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું ડીપી બદલીને લગાવ્યો તિરંગો, કરી આ અપીલ

Har Ghar Tiranga : ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ માટે PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની DP...
pm મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું ડીપી બદલીને લગાવ્યો તિરંગો  કરી આ અપીલ

Har Ghar Tiranga : ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. આ માટે PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની DP બદલીને ત્રિરંગાને DP બનાવ્યું છે.

Advertisement

દેશવાસીઓને અપીલ

વડાપ્રધાન મોદી ટ્વીટ કરીને દેશવાસીઓને તિરંગાને DP બદવલવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હર ઘર તિરંગા આંદોલનની ભાવનાઓમાં આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને તિરંગો લગાવો અને આ અનોખા પ્રયાસને સમર્થન આપો જે આપણાં દેશ અને આપણી વચ્ચેનું બંધન વધુ ગહેરું અને મજબૂત કરશે.

Advertisement

સેલ્ફી અપલોડ કરવાનો આગ્રહ

આ અગાઉ વડાપ્રધાન મોદીએ ગત શુક્રવારે ટ્વીટ પર લખ્યું હતું કે, ભારતીય ધ્વજ સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે તેમણે દેશવાસીઓ પાસે હર ઘર તિરંગા વેબસાઈટ પર પોતાની તસવીર અપલોડ કરવાનો પણ આગ્રહ કર્યો.

વડાપ્રધાનનું ટ્વીટ

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, હર ઘર તિરંગા અભિયાને આઝાદીના અમૃત મહોત્સવમાં એક નવી ઉર્જા ભરી છે દેશવાસીઓને આ વર્ષ આ અભિયાનને એક નવી ઉંચાઈ પર લઈ જવાનું છે. આવો 13 થી 15 ઓગસ્ટ વચ્ચે દેશની આન, બાન અને શાનના પ્રતિક રાષ્ટ્ર ધ્વજને ફરકાવીએ. તિરંગાની સાથે હર ઘર તિરંગા વેબસાઈટ (https://harghartiranga.com) પર સેલ્ફી પણ જરૂરથી અપલોડ કરો.

Advertisement

આ પણ વાંચો : AHMEDABAD : ગૃહપ્રધાન AMIT SHAH એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Tags :
Advertisement

.