Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP માં કાવડ યાત્રીઓએ મદરેસા પર લગાવ્યો કાવડ પર થૂંકવાનો આરોપ અને પછી....

થૂંકવાના સમાચારથી અન્ય લોકોમાં આક્રોશ ફેલાયો મદરેસાની સામે એક Kawadiya પર થૂંકવામાં આવ્યું પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી Hapur Kanwar Yatra: ઉત્તર પ્રદેશના હાપુરમાં હાલ તણાવનો માહોલ સર્જાયો છે. તેની પાછળનું કારણ એ છે કે, જ્યારે મહોલ્લા તગસરાયમાં...
up માં કાવડ યાત્રીઓએ મદરેસા પર લગાવ્યો કાવડ પર થૂંકવાનો આરોપ અને પછી
  • થૂંકવાના સમાચારથી અન્ય લોકોમાં આક્રોશ ફેલાયો

  • મદરેસાની સામે એક Kawadiya પર થૂંકવામાં આવ્યું

  • પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી

Hapur Kanwar Yatra: ઉત્તર પ્રદેશના હાપુરમાં હાલ તણાવનો માહોલ સર્જાયો છે. તેની પાછળનું કારણ એ છે કે, જ્યારે મહોલ્લા તગસરાયમાં મદરેસા પાસે એક ખાસ સમુદાયના યુવકે Kawad લઈને આવતા Kawadiya ઓ સાથે ઝઘડો કર્યો હતો. Kawadiya ઓએ આરોપ લગાવ્યો કે મદરેસામાંથી તેમની પર થૂંકવામાં આવ્યું હતું. Kawad ને તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

Advertisement

થૂંકવાના સમાચારથી અન્ય લોકોમાં આક્રોશ ફેલાયો

ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને કાબૂમાં મેળવી હતી. જોકે તે ઉપરાંત કાવડીયાઓ પર થૂંકવાના સમાચારથી અન્ય લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મદરેસાની બહાર સેંકડો Kawadiya ઓ એકઠા થયા હતાં. તેઓએ મદરેસાની સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. માહિતી મળતાની સાથે જ ઘણા હિંદુ નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જોકે પોલીસ અધિકારીઓએ ગુસ્સે ભરાયેલા Kawadiya ઓને સમજાવીને શાંત કરીને ઘટાનાસ્થળથી રવાના કર્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: નશાની હાલતમાં 3 યુવકોએ વગડામાં ગર્ભવતી બકરીને લઈ જઈ.....

મદરેસાની સામે એક Kawadiya પર થૂંકવામાં આવ્યું

આ મામલે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા પ્રમુખ સુધીર અગ્રવાલે કહ્યું કે, મદરેસાની સામે એક Kawadiya પર થૂંકવામાં આવ્યું હતું અને ચેલેન્જ આપવામાં આવી હતી કે 'અમે એ જ કરીશું, રોકી શકીશું તો રોકો.' હાલ તમામ કંવડિયાઓને સમજાવીને મોકલી દેવામાં આવ્યા છે. તો સુધીર અગ્રવાલે પ્રશાસન પાસે માંગ કરી છે કે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે. તેને વહેલી તકે પકડીને જેલમાં મોકલવામાં આવે.

Advertisement

પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી

આ મામલામાં હાપુડના અધિક પોલીસ અધિક્ષક વિનીત ભટનાગરે જણાવ્યું કે એક કાવડ હાપુડના તગસરાઈથી જઈ રહ્યો હતો. આ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે અહીં એક મોટી મદરેસા છે, જ્યાં Kawad નું અપમાન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાણે પાડ્યો હતો. તે ઉપરાંત પોલીસે ચેતવણી આપી છે કે, જો કોઈ હવે આ પ્રકારનું કૃત્ય કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: wayanad landslide માં દટાયા,જંગલી હાથીઓએ બચાવ્યો જીવ, ચમત્કાર જોઇને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત

Tags :
Advertisement

.