ISRAEL ATTACK : હમાસના આતંકવાદીઓએ વટાવી ક્રૂરતાની હદ, મહિલાને નગ્ન કરી કરાવી પરેડ
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ક્રૂરતાની હદ વટાવી દીધી છે. ઘૂસણખોરી બાદ આતંકીઓએ પહેલા સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યુ અને લોકોને ઉપર ખુલ્લેઆમ ગોળીબાર કરવાનું શૂરું કરી દીધું હતું . આ ઉપરાંત આતંકવાદીઓનીં ક્રૂરતા તો એ છે કે હવે તેઓ મહિલાઓનું અપહરણ પણ કરી રહ્યા છે. આતંકવાદીઓએ એક વિદેશી મહિલાને બંધક બનાવી હતી. આ પછી તેણીને ઉતારીને વાહન પર બેસાડી દેવામાં આવી હતી. આતંકીઓએ મહિલા માટે પરેડનું આયોજન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેલેસ્ટિનિયનો પણ 'અલ્લા હુ અકબર'ના નારા લગાવી રહ્યા છે.
મહિલા પર આકરો અત્યાચાર ગુજારી લગાવ્યા અલ્લા-હુ-અકબરના નારા
'અલ્લા હુ અકબર' આવા સૂત્રોચ્ચાર વચ્ચે આતંકવાદીઓએ મહિલા પર આકરો અત્યાચાર ગુજાર્યો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા ઇઝરાયેલ આર્મીની સૈનિક છે, જોકે હવે તેની ઓળખ સામે આવી છે. વાસ્તવમાં આ મહિલા જર્મન નાગરિક છે જે મ્યુઝિક પાર્ટીમાં ભાગ લેવા ઇઝરાયેલ આવી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે અત્યંત ઘૃણાસ્પદ છે. આતંકીઓ મહિલા પર થૂંકી રહ્યા છે. મહિલાની ઓળખ શનિ લૌક તરીકે થઈ છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતાં મહિલાની માતાએ આતંકવાદીઓને ઓછામાં ઓછી તેમની પુત્રીનું 'મૃતદેહ' પરત કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે શનિવારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ પછી આતંકવાદીઓ કાંટાળો તારો તોડીને દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસ્યા અને નરસંહાર કરવા લાગ્યા.આતંકવાદીઓ ઘરોમાં ઘૂસી ગયા અને લોકોને નિશાન બનાવ્યા. નોંધનીય છે કે હમાસની આ કાર્યવાહીથી ઘણા દેશો ખુશ છે. જ્યારે કેનેડા જેવા દેશોમાં હમાસ સમર્થકો ઉજવણી કરી રહ્યા છે.
ઈઝરાયેલના વડાપ્રધાને ગાઝાને તબાહ કરવાની આપી ચેતવણી
ઈઝરાયેલના વડાપ્રધાને ગાઝાને તબાહ કરવાની ચેતવણી પણ આપી છે. જવાબી હુમલામાં ગાઝામાં મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે સેના ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ સાથે યુદ્ધ લડી રહી છે. તેણે કહ્યું કે પેલેસ્ટાઈનને એવો જવાબ મળશે જેની તેણે કલ્પના પણ કરી ન હતી. સાથે જ અમેરિકાએ પણ કહ્યું છે કે તે ઈઝરાયેલની સાથે ઉભું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે.
આ પણ વાંચો --શું છે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો વિવાદ? જાણો હમાસના આતંક અને સરહદ પારની લડાઈની કહાણી