'હમાસે સત્તા છોડી દેવી જોઈએ નહીંતર અમે Gaza પર કબજો કરી લઈશું...', Israel રાજદૂતે ધમકી આપી
- રાજદૂતનું આ નિવેદન ઇઝરાયલે ગાઝા પર ભારે હવાઈ હુમલા કર્યા બાદ આવ્યું
- ઇઝરાયલે યુદ્ધવિરામ લંબાવવાની ઓફર નકારવા બદલ હમાસ પર આરોપ મૂક્યો
- રાજદૂતે એમ પણ કહ્યું કે ઇઝરાયલ ગાઝાના લોકોને મદદ કરવા તૈયાર
હમાસે ગાઝા પટ્ટીમાંથી બંધકોને મુક્ત કરવા જોઈએ, સત્તા છોડી દેવી જોઈએ અને રાજદ્વારી માર્ગ અપનાવવો જોઈએ. જો આવું નહીં થાય તો ઇઝરાયલ ગાઝા પર નિયંત્રણ રાખશે. આ નિવેદન ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે બુધવારે એક વાતચીતમાં આપ્યું હતું.
ઇઝરાયલે યુદ્ધવિરામ લંબાવવાની ઓફર નકારવા બદલ હમાસ પર આરોપ મૂક્યો
રાજદૂતનું આ નિવેદન ઇઝરાયલે ગાઝા પર ભારે હવાઈ હુમલા કર્યા બાદ આવ્યું છે, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા બે મહિનામાં સૌથી ઘાતક હતા, જેના કારણે જાન્યુઆરીમાં શરૂ થયેલા લગભગ બે મહિના જૂના યુદ્ધવિરામનો અંત આવ્યો છે. ઇઝરાયલે યુદ્ધવિરામ લંબાવવાની ઓફર નકારવા બદલ હમાસ પર આરોપ મૂક્યો છે.
ઇઝરાયલી રાજદૂતે શું કહ્યું?
ઇઝરાયલી રાજદૂત અઝારે કહ્યું કે ઇઝરાયલ હમાસ દ્વારા બાકીના બંધકોને મુક્ત કરવાની "લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું". તેમણે યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી ઉકેલ મેળવવા માટે પેલેસ્ટિનિયન જૂથ પર લશ્કરી દબાણને વાજબી ઠેરવ્યું. તેમણે કહ્યું, "આપણે એવી પરિસ્થિતિ ચાલુ રાખી શકીએ નહીં જેમાં તેઓ આપણા બંધકોને રાખી રહ્યા છે અને તેમને મુક્ત કરી રહ્યા નથી. અમે લશ્કરી દબાણ વધારવાનો નિર્ણય લીધો છે જેથી આપણે આપણા બંધકોને પાછા મેળવી શકીએ અને આ સંઘર્ષનો રાજદ્વારી ઉકેલ શોધી શકીએ." તેમણે કહ્યું કે હવે હમાસ પાસે બે વિકલ્પો છે - જો તેઓ રાજદ્વારી રીતે સહયોગ નહીં કરે અને બંધકોને મુક્ત નહીં કરે, તો આપણે ત્યાં જવું પડશે, તે વિસ્તાર પર કબજો કરવો પડશે અને માનવતાવાદી સહાયની જવાબદારી જાતે લેવી પડશે.
રાજદૂતે એમ પણ કહ્યું કે ઇઝરાયલ ગાઝાના લોકોને મદદ કરવા તૈયાર
રાજદૂતે એમ પણ કહ્યું કે ઇઝરાયલ ગાઝાના લોકોને મદદ કરવા તૈયાર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં એક મોટો બફર ઝોન બનાવી રહ્યું છે કે લોકોને સંપૂર્ણપણે ગાઝા છોડી દેવાનું કહી રહ્યું છે, ત્યારે અઝારે તેનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે ઇઝરાયલ પેલેસ્ટિનિયનોને ગાઝા છોડવાનું કહી રહ્યું નથી. અમે જે કરી રહ્યા છીએ તે એ છે કે જો હમાસ અમેરિકન દરખાસ્તો સ્વીકારશે નહીં, તો અમે તે વિસ્તાર પર કબજો કરીશું. અમે ગાઝા પટ્ટી સાફ કરીશું.
આ પણ વાંચો: Madhya Pradesh : આદિવાસી યુવકે આત્મહત્યા કરી, પોલીસે મૃતદેહને કચરાના વાહનમાં હોસ્પિટલમાં મોકલ્યો