Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gyanvapi Masjid : જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે એએસઆઈ સર્વેના નિર્ણયને...
gyanvapi masjid   જ્ઞાનવાપીમાં asi સર્વે ચાલુ રહેશે  અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપીના ASI સર્વેનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે એએસઆઈ સર્વેના નિર્ણયને પહેલા સુપ્રીમ કોર્ટમાં અને પછી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ન્યાયના હિતમાં ASI સર્વે જરૂરી છે. તેને અમુક શરતો હેઠળ અમલમાં મૂકવાની જરૂર છે. 

Advertisement

વાસ્તવમાં, જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની જિલ્લા અદાલતમાં જમા કરાવવાનો હતો. આ આદેશ બાદ સોમવારે ASIની ટીમ તેનો સર્વે કરવા જ્ઞાનવાપી પહોંચી હતી. પરંતુ મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વે પર બે દિવસનો સ્ટે આપતા કોર્ટે મસ્જિદ કમિટીને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પછી મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. 

Advertisement

હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. એએસઆઈ સર્વે શરૂ થવો જોઈએ અને જિલ્લા કોર્ટનો નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે તેમ જણાવ્યું હતું. કોર્ટે અમારો દાવો સ્વીકાર્યો છે. અમે કહ્યું હતું કે કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સર્વે કરવામાં આવશે. ASIએ કોર્ટમાં સોગંદનામું પણ રજૂ કર્યું છે. કોર્ટે કહ્યું કે ASIનું સોગંદનામું ન સ્વીકારવાનું કોઈ કારણ નથી. તેમાં દર્શાવેલ શરતો અનુસાર સર્વે કરવો જોઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે એક સર્વે થવો જોઈએ અને જે પણ સત્ય કે અસત્ય હોય તે કોર્ટ સમક્ષ આવવું જોઈએ.

Advertisement

હાઈકોર્ટના નિર્ણય પર કોણે શું કહ્યું?

યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, હું આદેશનું સ્વાગત કરું છું. મને ખાતરી છે કે ASIના સર્વેમાંથી સત્ય બહાર આવશે અને આ વિવાદ પણ ઉકેલાઈ જશે. AIMPLBના સભ્ય અને ઇમામ ઇદગાહ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ જ્ઞાનવાપીના સર્વેના આદેશ પર કહ્યું કે મુસ્લિમ પક્ષ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે, AIMPB આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે. કોર્ટે મસ્જિદને નુકસાન પહોંચાડવાની મનાઈ કરી છે, આનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ નિર્ણય સામે અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. 

હાઈકોર્ટના આદેશ પહેલા જિલ્લા કોર્ટમાં વધુ એક અરજી

પ્રયાગરાજ હાઈકોર્ટના આદેશ પહેલા હિન્દુ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં બીજી અરજી દાખલ કરી છે. વાડીની રાખી સિંહે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે અને મુસ્લિમ પક્ષ પર પુરાવાને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અરજીમાં અપીલ કરવામાં આવી છે. કોર્ટ આની સુનાવણી 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે કરશે.

આ પણ વાંચો : Zomato Online Delivery : અંકિતાએ એવું શું કર્યું કે Zomato કંટાળી ગયું, ટ્વિટ કરીને લખવું પડ્યું- બસ કરો…

Tags :
Advertisement

.