Gurugram Restaurant: રેસ્ટોરન્ટના મેનેજરની કરવામાં આવી ધરપકડ, માલિક હજુ પણ ફરાર
Gurugram Restaurant: ગુરૂગ્રામની એક રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધા બાદ પાંચ લોકોને લોહીની ઉલટી થઈ હતી. જેનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. ત્યાર બાદ તે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ મામલે પોલીસ દ્વારા ગગનદીપ નામના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ રેસ્ટોરન્ટનો માલિક અત્યારે પણ ફરાર છે. જ્યારે માનેસરના એસીપી તેમની ટીમ સાથે રેસ્ટોરન્ટમાં દરોડો પાડવા પહોંચ્યા ત્યારે રેસ્ટોરન્ટના તમામ પ્રવેશ-એક્ઝિટના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.
પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર હોટલ મેનેજર ગગનદીપની ધરપકડ કરવામાં આવી છે, તે દિલ્હીનો રહેવાસી છે. જ્યારે રેસ્ટોરન્ટનો માલિક અમૃતપાલ સિંહ હાલ ફરાર છે. આ જ રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનરને બદલે ડ્રાય આઈસ ખાઈને બીમાર પડેલા લોકોની તબિયત હવે ઠીક થઈ ગઈ છે. સોમવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ તમામની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
જાણો શું થયું હતું અહીં?
રુગ્રામમાં એક રેસ્ટોરન્ટમાં ત્યારે હંગામો મચી ગયો.અહીં આવેલા ગ્રાહકોમાંથી અચાનક પાંચ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ 5 લોકોએ રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનરનું સેવન કરતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેના મોઢામાંથી લોહી આવવા લાગ્યું. આ લોકો બૂમો પાડવા લાગ્યા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ લોકોએ પોલીસને ફોન કરીને મદદ માંગી. તમામ બીમાર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
गुरुग्राम के एक रेस्टोरेंट में अचानक पांच लोगों की हालत बिगड़ गई
रेस्टोरेंट में माउथ फ्रेशनर खाते ही 5 लोगों के मुंह से निकलने लगा खून
इस घटना का वीडियो तेजी से वायरल हो रहा है।#Gurugram #mouthfreshener #viralvideo #Delhi #Food pic.twitter.com/XRNPSUQJHE— mg_official - વિમલ પ્રજાપતિ (@mgofficial1247) March 4, 2024
ફ્રેશનર લીધું તો તેમને લોહીની ઉલ્ટી થવા લાગી
આ આખો મામલો ગુરુગ્રામના લા ફોરેસ્ટા કેફેનો છે, જ્યારે અહીં ડિનર માટે આવેલા લોકોએ માઉથ ફ્રેશનર લીધું તો તેમને લોહીની ઉલ્ટી થવા લાગી. જે બાદ તે પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ચારની હાલત નાજુક હોવાથી તેમને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ આ કેફેના માલિક અને મેનેજર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને મેનેજરની ધરપકડ કરી છે.