Gurugram Restaurant: માઉથ ફ્રેશનર ખાધા બાદ 5 લોકોના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું
Gurugram Restaurant Viral Video: ગુરુગ્રામમાં એક રેસ્ટોરન્ટમાં ત્યારે હંગામો મચી ગયો.અહીં આવેલા ગ્રાહકોમાંથી અચાનક પાંચ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ 5 લોકોએ રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનરનું સેવન કરતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેના મોઢામાંથી લોહી આવવા લાગ્યું. આ લોકો બૂમો પાડવા લાગ્યા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ લોકોએ પોલીસને ફોન કરીને મદદ માંગી. તમામ બીમાર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રેસ્ટોરન્ટ પર બેદરકારી પર આરોપ
ઉલ્લેખનીય છે કે,પરિવારે રેસ્ટોરન્ટ પર બેદરકારી પર આરોપ લગાવ્યો કે, તેમને આ શું ખવરાવી દેવામાં આવ્યું છે. પરિવારનું કહેવું છે કે જમ્યા બાદ તેમને માઉથ ફ્રેશનર નામની વસ્તુ આપવામાં આવી હતી. આ પછી તેમની તબિયત લથડી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
गुरुग्राम के एक रेस्टोरेंट में अचानक पांच लोगों की हालत बिगड़ गई
रेस्टोरेंट में माउथ फ्रेशनर खाते ही 5 लोगों के मुंह से निकलने लगा खून
इस घटना का वीडियो तेजी से वायरल हो रहा है।#Gurugram #mouthfreshener #viralvideo #Delhi #Food pic.twitter.com/XRNPSUQJHE— mg_official - વિમલ પ્રજાપતિ (@mgofficial1247) March 4, 2024
મોઢામાં બળતરા થવા લાગી અને લોહી વહેવા લાગ્યું
અત્યારે મળતી વિગતો પ્રમાણે, ગુરૂગ્રામની એક જાણીતી રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા માટે આવ્યો હતો, અહીં જમી લીધા બાદ પરિવારે રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર લીધું અને તેનું સેવન કર્યું હતું. તેને ખાતાની જાથે તરત જ તેમના મોંમાં બળતરા થવા લાગી અને લોહી વહેવા લાગ્યું. આરોપ છે કે, જ્યારે તે બીમાર પડ્યો ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે તેની મદદ પણ કરી ન હતી. પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બીજી તરફ ડોક્ટરોએ રિપોર્ટમાં કેમિકલ બર્ન અને પોઈઝનિંગ હોવાનું જણાવ્યું છે. રેસ્ટોરન્ટ સામે ઝેરી પદાર્થ પીરસવા બદલ FIR અને આ સમગ્ર મામલે રેસ્ટોરન્ટ સ્ટાફને ઝેરી પદાર્થ ખવડાવવાના કાવતરાના આરોપમાં ખેડકી દૌલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.