ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગેરકાયદેસર હથિયારો અને કારતૂસોનો તાળો મેળવવા ATS Gujarat ની મથામણ

ATS Gujarat : અન્ય રાજ્યોના બોગસ હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam) માં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે એક સાથે 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ઇતિહાસ સર્જી દીધો છે. રાજ્યવ્યાપી હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) ના તાર ક્યાં...
07:36 PM Apr 09, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage

ATS Gujarat : અન્ય રાજ્યોના બોગસ હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam) માં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે એક સાથે 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ઇતિહાસ સર્જી દીધો છે. રાજ્યવ્યાપી હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) ના તાર ક્યાં અને કોને અડશે તે આગામી દિવસોમાં જાણવા મળશે. હાલ ATS Gujarat ની કસ્ટડીમાં રહેલા 7 નામચીન શખ્સોની કુંડળી અને કારનામા તપાસવા અદાલતમાંથી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ATS Gujarat પકડાયેલા આરોપીઓ પૈકીના કેટલાંક શખ્સોના નહીં નોંધાયેલા હથિયારો તેમજ સંખ્યાબંધ ગુમ થયેલા કારતૂસોની સંખ્યાનો તાળો મેળવવામાં લાગી છે. આ ચકચારી કેસના તપાસ અધિકારી પીઆઈ બી. એમ. પટેલ (PI B M Patel) છે.

કઈ-કઈ કલમો હેઠળ નોંધાઈ છે FIR

તારીખ 7 એપ્રિલ 2025ના રોજ ATS Gujarat ના ચોપડે હથિયાર પરવાના કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી છે. ATS Gujarat ના અધિકારીએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ BNS કલમ 336(2), 337, 338, 339, 341 અને આર્મ્સ એક્ટ (Arms Act) ની કલમ 25(1બી)(એ) 27, 29 અને 30 હેઠળ નોંધી છે. એટલે કે, આરોપીઓએ કાવતરૂં રચીને ખોટા બનાવાયેલા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી હથિયારધારાનો ભંગ કર્યો છે.

 

ATS Gujarat એ કેમ 14 દિવસના રિમાન્ડ માગ્યા ?

ગુજરાત આખામાં ફેલાયેલા હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) માં શરૂ થયેલી તપાસમાં ATS Gujarat એ સાત આરોપીઓની ધરપકડ કરી છે. મુકેશ બાંભા, વિશાલ પંડ્યા, સેલા બોળીયા, અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલા, બ્રિજેશ મહેતા ઉર્ફે બીટ્ટુ અને સદ્દામહુસેન રંગરેજને ગઈકાલે અદાલતમાં રજૂ કરાયા હતા. ATS Gujarat એ તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી. રિમાન્ડના કારણોમાં હરિયાણાની ટોળકીને પરવાના મેળવવા માટે મોકલવામાં આવેલા રૂપિયાનો હિસાબ મેળવવાનો છે. બીજા કેટલાં શખ્સોને મણીપુર - નાગાલેન્ડથી લાયસન્સ અપાવ્યા છે. આરોપીઓએ વેપનનો ઉપયોગ કોઈ ગુનામાં કર્યો છે કે કેમ ? હથિયાર પરવાના મેળવનારા શખ્સો મણીપુર કે નાગાલેન્ડ ગયા નથી તો ત્યાંના કોઈ સરકારી અધિકારીની સંડોવણીથી વેપન લાયસન્સ મેળવવામાં આવ્યા છે કે કેમ ?

વેપન અને કાર્ટિઝનો તાળો મળતો નથી

આ  પણ  વાંચો -ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?

મુકેશ પાસેથી માત્ર વેપન લાયસન્સની ફોટોકોપી જ મળી

બોગસ ગન લાયસન્સ રેકેટના સૂત્રધાર પૈકીના એક મુકેશ રણછોડભાઈ બાંભા (Mukesh Bambha) પાસેથી ATS Gujarat ને હથિયાર લાયસન્સની ફોટોકોપી એટલે કે, ઝેરોક્ષ મળી આવી છે. ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટના રાઉન્ડ સીલ મારેલી હથિયાર લાયસન્સની ફોટોકોપી એટીએસએ કબજે લીધી છે. આ ઉપરાંત તેની પાસેથી તેના નામ અને ફોટાવાળું એક ઓળખપત્ર પણ મળ્યું છે. જેના ઉપર એટા જિલ્લાના ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટનો રાઉન્ડ સીલ લગાવેલો છે. ATS Gujarat ને પ્રાથમિક દ્રષ્ટીએ આ બંને દસ્તાવેજ બનાવટી હોવાનું જણાઈ આવ્યું છે.

સાત પૈકી 4 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આ  પણ  વાંચો -આસામના ગર્વનર સાથે ફોટો સેશન કરાવનારા શખ્સને Gujarat ATS કેમ શોધી રહી છે ?

પકડાયેલા આરોપીઓના નામ-સરનામા

  1. વિશાલ મુકેશભાઈ પંડ્યા (ઉ.37) રહેવાસી - નારાયણ બંગ્લોઝ, માધવ ફાર્મ પાછળ, વસ્ત્રાલ રિંગ રોડ, અમદાવાદ
  2. અર્જુન લાખુભાઈ અલગોતર (ઉ.33) રહેવાસી - એન 1504, ઈસ્કોન પ્લેટિનિયમ, એસ.પી. રિંગ રોજ, બોપલ, અમદાવાદ
  3. ધૈર્ય હેમંતભાઈ જરીવાલા (ઉ.27) રહેવાસી - 3, નૂતન શક્તિ સોસાયટી, ઉત્તમનગ બગીચા પાસે, મણિનગર, અમદાવાદ
  4. સેલા વેલાભાઈ બોળિયા/ભરવાડ (ઉ.45) રહેવાસી - 202, કૃષ્ણનગર લસતાણા ગામ, તા. કામરેજ, સુરત મૂળ રહે. દરોડ, તા. ચુડા, સુરેન્દ્રનગર
  5. સદ્દામહુસેન હારૂનભાઈ રંગરેજ (ઉ.28) રહેવાસી - બી/3 અલફારૂક સોસાયટી, રસુલાબાદ, શાહેઆલમ, અમદાવાદ
  6. મુકેશ રણછોડભાઈ બાંભા/ભરવાાડ (ઉ.37) રહેવાસી - શિવશક્તિ નગર, ભરવાડ વાસ, નાના ચિલોડા, અમદાવાદ
  7. બ્રીજેશ યજ્ઞેશકુમાર મહેતા ઉર્ફે બીટ્ટુ (ઉ.31) રહેવાસી - ઈ/304 વૃંદાવન વિહાર ફલેટ, RAF કેમ્પની સામેે, વસ્ત્રાલ, અમદાવાદ

Tags :
Adalaj Police StationAnandnagar police stationAnklav Police StationArjun AlgotarATS GujaratBankim Patelbopal police stationCrime Branch AhmedabadFraudulent Call CenterGujarat FirstGun Licence ScamGun Licence Scam in GujaratMukesh BambhaNandesari Police StationPI B M PatelSela BoliyaVatva GIDC Police StationVishal Pandya aka VP