Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ratan Tata ના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક, સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ, જુઓ Video

Ratan Tata નાં નિધનથી દેશભરમાં શોકની લહેર રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર અમદાવાદમાં વસતા પારસી સમુદાયમાં શોકનો માહોલ સુરતનાં ગરબા કાર્યક્રમમાં 2 મિનિટ મૌન રાખી ખેલૈયાઓએ શ્રદ્ધાંજલિ આપી ભારતનાં 'રત્ન' એવા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) 86...
ratan tata ના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક  સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ  જુઓ video
  1. Ratan Tata નાં નિધનથી દેશભરમાં શોકની લહેર
  2. રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર
  3. અમદાવાદમાં વસતા પારસી સમુદાયમાં શોકનો માહોલ
  4. સુરતનાં ગરબા કાર્યક્રમમાં 2 મિનિટ મૌન રાખી ખેલૈયાઓએ શ્રદ્ધાંજલિ આપી

ભારતનાં 'રત્ન' એવા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગત મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાનાં અવસાનથી વિશ્વભરમાં શોકનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) વસતા પારસી સમુદાયમાં ભારે ગમગીની છવાઈ છે. જ્યારે, સુરતમાં ગરબા કાર્યક્રમની વચ્ચે મૌન રાખી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - CM એ ભારતના 'રતન' ને આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં પારસી સમુદાયમાં શોકનો માહોલ

ભારતનાં દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની (Ratan Tata) દુનિયામાંથી વિદાય એ દેશ માટે મોટી ખોટ છે. તેમના અવસાનથી સમગ્ર વિશ્વમાં શોક છવાયો છે. આજે રાજકીય સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરાશે. આ પહેલા મુંબઈનાં (Mumbai) વર્લી સ્મશાન ઘાટ ખાતે સવારે 10 થી 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. ગુજરાતમાં રહેતા પારસી સમુદાયમાં (Parsi Community) પણ શોકની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદમાં રહેતા પારસી સમુદાય દ્વારા રતન ટાટાનાં અવસાન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત....

Advertisement

ગરબા વચ્ચે ખેલૈયાઓએ 2 મિનિટનું મૌન રાખ્યું

બીજી તરફ સુરતમાં (Surat) આવેલા સરસાણા ડોમ ખાતે ગરબા રમતી વખતે રતન ટાટાના અવસાનનાં સમાચાર મળતા ગરબા રોકવામાં આવ્યા હતા અને બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ડોમમાં હાજર ખેલૈયાઓ સહિત તમામ લોકોએ બે મિનિટનું મૌન રાખી રતન ટાટાને (Ratan Tata) શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમની દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Kanubhai Desai) પણ શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, દેશનાં વિકાસમાં રતન ટાટાનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો - Ratam Tata : જો ભારત-ચીન યુદ્ધ ન થયું હોત તો ટાટાના લગ્ન થયા હોત

Tags :
Advertisement

.