Gujarati Top News : આજે 27 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 27 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટ મામલે આજે આહીર સમાજના આગેવાનો અને ભક્તો વિરોધ નોંધાવશે અને સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ લાગ્યા કામે તથા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અસ્વસ્થ અને રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ જેવા દિવસભરના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો...
આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની થશે શરૂઆત
આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. જેમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ પર ચર્ચા થશે. તથા આદિજાતી, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના અહેવાલ મેજ પર મુકાશે. આજે ત્રણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. તથા ગુજરાત વિનિયોગ વિધેયક 2025 ગૃહમાં રજૂ થશે. તેમજ ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. સરકારી વિધેયકો બાદ બિન સરકારી કામકાજ હાથમાં લેવાશે. ગુજરાત લઘુમતી કલ્યાણ સુધારા વિધેયક ગૃહમાં દાખલ થશે તથા માતાપિતા અને આશ્રિતોને ભરણપોષણ બાબત વિધેયક દાખલ થશે અને બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા થશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટનો મામલો
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના બફાટ મામલે આજે આહીર સમાજના આગેવાનો અને ભક્તો વિરોધ નોંધાવશે. સવારે 10 કલાકે ભેગા થઇ વિરોધ નોંધાવશે. તથા અપમાનથી આહીર સમાજની લાગણી દુભાણી છે.
સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ લાગ્યા કામે
સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા છે. જેમાં ગાંધીનગરમાં ચાલતા આંદોલનમાં રાજકોટ જિલ્લાના 580 કર્મીઓ તથા 211 કોન્ટ્રાક્ટ બેઝ સહિત 269 કર્મચારીઓ ફરજ પર હાજર થયા છે. જિલ્લા પંચાયત દ્વારા છુટા કરવાની નોટીસ મળતા હાજર થયા છે. હાલ પણ રાજકોટ જિલ્લાના 311 કર્મચારી હાજર થયા નથી. તથા 311 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાની શરૂઆત થઇ છે.
કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અસ્વસ્થ
કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અસ્વસ્થ થઇ છે. આણંદમાં કથા સમયે તબિયત અસ્વસ્થ થઇ છે. તેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ચેકઅપ બાદ જીગ્નેશ દાદા સ્વસ્થ થતા રજા આપી છે. અપૂરતું પાણી પીવાથી તબિયત બગડી હતી. ચેકઅપ બાદ આણંદમાં નિવાસે જીગ્નેશ દાદા પહોંચ્યા છે. જીગ્નેશ દાદાની કથા રાબેતા મુજબ રહેશે.
રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
રાજ્યમાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં નડિયાદ ડાકોર રોડ ઉપર ભેળસેળ કરતી ઘી ફેક્ટરી પકડાઈ છે. ક્ષેમકલ્યાણીના નામથી ચાલતી ફેકટરીમાં ભેળસેળ યુકત ઘી બનાવાતું હતુ. તેમાં નડિયાદ ફુડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે. સર્ચ ઓપરેશન હાથ ધરતા નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે. 3109 કીલો ઘી અને ભેળસેળ કરવામાં આવતો પદાર્થ જપ્ત કર્યો છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે. 8 લાખ 50 હજાર રૂપિયાનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયું છે.
આ પણ વાંચો: Rashifal 27 march 2025 : આ રાશિના લોકોને ગજકેસરી યોગથી શુભ લાભ મળશે, આજે જાણો તમારું રાશિફળ