Gujarati Top News : આજે 26 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : આજે 26 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં રૂપિયા 565 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે. તથા ગુજરાતના પ્રથમ થ્રી લેયર આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરશે તથા આજે સવારે 10 કલાકે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત સાથે જાણો ગુજરાતના વિવિધ સમાચાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. જેમાં રૂપિયા 565 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે. તથા ગુજરાતના પ્રથમ થ્રી લેયર આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમજ રૂપિયા 167 કરોડના ખર્ચે થ્રી લેયર આઇકોનિક બ્રિજ બનશે. પ્લોટના સનદ વિતરણના કાર્યક્રમમાં CM હાજરી આપશે.
આજે સવારે 10 કલાકે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
આજે સવારે 10 કલાકે CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે થઈ શકે ચર્ચા. તથા સિંચાઈ માટેના ખેડૂતોને આપવાના પાણી અંગે તથા ગરમીનો પારો ઉચકતા તકેદારી અને રાહતના પગલાઓ અંગે ચર્ચા થશે. તેમજ તુવેર-મગફળીની ખરીદીમાં થયેલા આરોપ અંગે તેમજ છેલ્લા 2 દિવસમાં ગૃહમાં રજૂ થનારા વિધેયક અંગે પણ ચર્ચા થઈ શકે છે. તથા ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણી સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થશે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત છે. જેમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરશે. તેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે. છેલ્લા 10 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. ગ્રેડ-પે વધારવા માટે આરોગ્ય કર્મચારીઓની માગ કરી રહ્યા છે. તથા માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી છે.
પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા ગૃહની કામગીરી થશે શરૂ
પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થશે. તેમાં આરોગ્ય પરિવાર કલ્યાણ સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહમાં માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આજે ગૃહમાં ચર્ચા અને મતદાનનો 12મો અને છેલ્લો દિવસ છે.
નાણાં અને ઊર્જા વિભાગની માંગણી પર ચર્ચા અને મતદાન થશે.
અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાઈ અનોખી રામકથા
અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાઈ અનોખી રામકથા. જેમાં કથામાં આવતો ભંડોળ બાળકોના અભ્યાસ માટે ખર્ચ થશે. ધોરણ 12 પાસ બાદ બાળકોને સહાય આપવામાં આવે છે. ગત વર્ષે 5 જેટલા જરૂરિયાતમંદ બાળકોને સહાય કરાઈ હતી. જેમાં આ વર્ષે 100 જેટલા બાળકોને અભ્યાસમાં સહાય આપવાનો લક્ષ્યાંક છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવે છે.
સુરતમાં RTIના નામે લોકો પાસેથી ખંડણીની વસૂલાત
સુરતમાં RTIના નામે લોકો પાસેથી ખંડણીની વસૂલાત. જેમાં વધુ ત્રણ RTI એક્ટિવિસ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમાં ચોકબજાર પોલીસે ત્રણેય ખંડણીખોરની ધરપકડ કરી છે. અનીલ શુકલા, કપીલ પરમાર, ગીરીશ ખુમાણની ધરપકડ કરવામાં આવી છે. બાંધકામ બાબતે ફોટા પાડી લોકો પાસેથી તોડ કરતા હતા. ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી ખંડણી ઉઘરાવતા હતા.