Gujarati Top News : આજે 24 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 24 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં સામાન્ય વહીવટ, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ તથા પંચાયત, માર્ગ અને મકાનના પ્રશ્નો પર ચર્ચા થશે તથા મંત્રી કુંવરજી બાવળિયા પર 200 વિઘા ગોચરની જમીન પર દબાણના આરોપ અને ગુજરાતમાં સોમવારથી નવું સપ્તાહ બળબળતુ રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની આગાહી સામે આવી છે.
આજે શું થશે ગુજરાતમાં ?
આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થશે
આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જેમાં સામાન્ય વહીવટ, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ તથા પંચાયત, માર્ગ અને મકાનના પ્રશ્નો પર ચર્ચા થશે. તેમજ રમતગમત અને સાંસ્કૃતિક સહિત વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે. અને પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. તથા અન્ન નાગરિક પુરવઠા, નર્મદાની માંગણીઓ પર ચર્ચા અને મતદાન સાથે જળ સંપત્તિ તથા કલ્પસૂત્રના વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે. જેમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરશે. તેમાં ગ્રેડ પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવવા માગ કરવામાં આવી છે. જેમાં 17 માર્ચથી આરોગ્યકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મંત્રી કુંવરજી બાવળિયા પર 200 વિઘા ગોચરની જમીન પર દબાણના આરોપ
જસદણ/ વિંછીયાનાં ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યનાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સંકુલ તથા સ્ટોન ક્રશરનાં નાં 200 વીઘા જેટલી ગૌચરની જમીન પર દબાણ કરેલ છે તે દબાણ દૂર કરવા માટે તેમજ તેઓની સામે લેન્ડગ્રેબીંગ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ વિંછીયાનાં મુકેશ રાજપરા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મુકેશ રાજપરાએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, જસદણ/વિંછીયા ના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્રારા વિંછીયાના અમરાપુર અને કોટડા અને વિંછીયાની સીમમાં સ્કુલ તથા સ્ટોનકશર (ભરડીયો)ના નામે ૨૦૦ વિઘા જેટલી જમીન પચાવી પાડેલ છે અને તે સરકારી જમીનનો સર્વે નંબર પણ અદલા બદલી કરી અમરાપુરના સતરંગની જગ્યાનો સર્વે નંબર બતાવવામાં આવેલ છે અને તે તમામ વહીવટી પ્રક્રીયા પ્રાંતઅધીકારી ગલચર સાહેબના સમયમાં થયેલ છે.
ગુજરાતમાં સોમવારથી નવું સપ્તાહ બળબળતુ રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની આગાહી
ગુજરાતમાં સોમવારથી નવું સપ્તાહ બળબળતુ રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની આગાહી છે. જેમાં વધુમાં જણાવતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે કાલથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે. માર્ચ એન્ડથી એપ્રિલના પ્રારંભમાં ભારે ગરમી પડશે. તાપમાન 43થી 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. એપ્રિલમાં ભીષણ ગરમી પડવાના સંયોગ છે. એપ્રિલ માસમાં ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પણ પડી શકે છે. તેમજ ઉનાળુ પાકને લઈને ખેડૂતોને અંબાલાલની મોટી ચેતવણી છે. જેમાં ખેડૂતોએ ઉનાળુ પાકમાં સાવચેતી રાખવી જરૂરી છે. મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે. કાચા મકાનોને નુકસાન થાય તેવું વાવાઝોડું આવી શકે છે. જેમાં 70થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જેમાં આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. માર્ચ મહિનાના અંત તથા એપ્રિલની શરૂઆતમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધશે તથા તાપમાન 43, 44 ડિગ્રી રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો: Rashifal 24 March 2025 : માલવ્ય રાજયોગમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય