Gujarati Top News : આજે 23 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 23 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 23 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે શહીદ દિવસ પર વીર સપૂતોને સ્મરણાંજલિ અપાશે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજસેટની પરીક્ષા લેવાશે તેમજ ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટનામાં આજે બન્ને પરિવાર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવશે. તથા રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલે આજે ફરિયાદ થઈ શકે છે તેમજ સુરતના હજીરામાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાશે.
આજે શું થશે ગુજરાતમાં ?
આજે શહીદ દિવસ પર વીર સપૂતોને સ્મરણાંજલિ અપાશે
આજે શહીદ દિવસ પર અમદાવાદના સાણંદમાં દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાશે.. વીરાંજલિ 2.0 કાર્યક્રમ હેઠળ શહીદ ભગતસિંહ, શહીદ રાજગુરૂ અને શહીદ સુખદેવને સ્મરણાંજલિ અપાશે..આ કાર્યક્રમમાં ત્રણેય શહીદના પરિવારોને પણ આમંત્રણ અપાયું છે. શહીદ રાજગુરૂના પરિવારમાંથી સત્યશીલ રાજગુરૂ અને આરતીબેન રાજગુરૂ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. જ્યારે સત્યશીલ રાજગુરૂ અને આરતીબેન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પવર્ષા કરીને બંનેને આવકાર અપાયો હતો. તો વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારાથી અમદાવાદ એરપોર્ટ ગૂંજી ઉઠ્યું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજસેટની પરીક્ષા લેવાશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજસેટની પરીક્ષા લેવાશે. જેમાં ધો. 12 વિજ્ઞાન બાદ કોલેજ પ્રવેશ માટે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટ મળી કોમન મેરીટ તૈયાર થાય છે. મેરીટ આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ અપાય છે. રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પહેલું પેપર સવારે 10થી 12 ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું લેવાશે. બીજું પેપર 1 વાગ્યાથી 2 સુધી બાયોલોજીનું લેવામાં આવશે તથા બપોરે 3થી 6 વાગ્યા સુધી ત્રીજુ પેપર ગણિત વિષયનું લેવાશે.
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટના
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટનામાં આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો બાદ મામલો થાળે પડ્યો છે. આજે બન્ને પરિવાર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવશે. ભોગ બનનાર પાટીદાર પરિવારની માગ પોલીસે સ્વીકારી છે.
આરોપીઓ સામે BNS એક્ટ હેઠળ 109 કલમ લગાવવા પોલીસ રાજી થઇ છ. તથા પરિવારની માગણી હતી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે.
રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલો
રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલે આજે ફરિયાદ થઈ શકે છે. તાજેતરમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા હતા. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ કાર્યવાહીનું નાટક પણ થયું હતું તેમ લોક ચર્ચા છે. છેલ્લા 9 મહિનાથી મનપાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. તથા ઘટના સમયે એપાર્ટમેન્ટમાં લગાવેલા સાધનો કામમાં જ નહોતા આવ્યા.
સુરતના હજીરામાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ
સુરતના હજીરામાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાશે. જેમાં મોરા ગામ ખાતે જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાશે. તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.