Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 8 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદ ખાતે 8 અને 9 એપ્રિલ એમ બે દિવસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનું ઐતિહાસિક રાષ્ટ્રીય અધિવેશન
gujarati top news   આજે 8 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 8 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 8 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાં આજે કોંગ્રેસની CWCની બેઠક મળશે તથા અમદાવાદ ખાતે 8 અને 9 એપ્રિલ એમ બે દિવસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનું ઐતિહાસિક રાષ્ટ્રીય અધિવેશન તથા ગુજરાતમાં ચાર દિવસ કેટલાક વિસ્તારોમાં રેડ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની આગાહી તેમજ રાજકોટમાં ભરઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો જેમાં આજે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપ રહેશે તથા નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા યોજાશે. જેમાં 29 માર્ચથી પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજે CM ભૂપેન્દ્રભાઈ પટેલ પરિક્રમાના ઘાટ ખાતે આવશે. અંબાજીમાં 'આદિશક્તિ-રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા'નું આયોજન કરાયુ છે.

Advertisement

અમદાવાદમાં આજે કોંગ્રેસની CWCની બેઠક મળશે

અમદાવાદમાં આજે કોંગ્રેસની CWCની બેઠક મળશે. જેમાં તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે. AICCના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે. અમદાવાદ ખાતે 8 અને 9 એપ્રિલ એમ બે દિવસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનું ઐતિહાસિક રાષ્ટ્રીય અધિવેશન (AICC National Convention) મળવા જઈ રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું આ ભવ્ય અધિવેશન યોજાનાર છે. ત્યારે બીજી તરફ આગામી 8, 9 અને 10 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (BJP) પણ 182 વિધાનસભા સીટ પર ભવ્ય સક્રિય કાર્યકતા સંમેલન યોજશે. આ માટે પ્રદેશ BJP તરફથી તમામ ધારાસભ્યોને સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવા સૂચના પણ અપાઈ હોવાની માહિતી સામે આવી છે. આમ, ગુજરાતમાં એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશ તો બીજી તરફ ભાજપનું 182 બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન (BJP's Active Worker Conferences) યોજાશે.

Advertisement

ગુજરાતમાં ચાર દિવસ કેટલાક વિસ્તારોમાં રેડ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ચાર દિવસ કેટલાક વિસ્તારોમાં રેડ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. આગામી થોડા દિવસ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વોર્મ નાઈટની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. અહીં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા અલગ અલગ વિસ્તારોમાં જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત જિલ્લામાં, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે ભાવનગર અને કચ્છમાં રાત્રે ગરમ ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

રાજકોટમાં ભરઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો

રાજકોટમાં ભરઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો છે. આજે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપ રહેશે. વોર્ડ નંબર 8, 10, 11, 12અને 13માં પાણી કાપ રહેશે. પ્રિ મોન્સુનની કામગીરી કરવાની હોવાથી નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ મૂકવામાં આવ્યો છે. રાજકોટમાં ભરઉનાળે પાણી કાપ મૂકવામાં આવશે. 8 એપ્રિલે પાંચ વોર્ડમાં એક સાથે પાણીનો કાંપ રહેશે. વોર્ડ નંબર 8,10,11,12અને 13ના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સુનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાંપ મુકવામાં આવશે. અત્રે જણાવીએ કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે 1 લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે.

નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા

નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા યોજાશે. જેમાં 29 માર્ચથી પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આજે CM ભૂપેન્દ્રભાઈ પટેલ પરિક્રમાના ઘાટ ખાતે આવશે. તથા નર્મદા માતાને ચૂંદડી અર્પણ કરશે અને પરિક્રમા કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર સજ્જ બન્યું છે. આ વર્ષે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ સમગ્ર પરિક્રમા રૂટ પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજીમાં 'આદિશક્તિ-રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા'નું આયોજન

અંબાજીમાં 'આદિશક્તિ-રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા'નું આયોજન કરાયુ છે. જેમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે સ્પર્ધા યોજાશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમત સ્પર્ધાને ખુલ્લી મૂકાશે. આજથી 10 એપ્રિલ દરમિયાન 600થી વધુ બહેનો સ્પર્ધામાં ભાગ લેશે. તથા વિજેતાઓને કુલ રૂ. 41 લાખ 52 હજારનું પુરસ્કાર એનાયત કરાશે. SAG દ્વારા વુમન નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.

Tags :
Advertisement

Trending News

.

×