Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 4 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે રાજકુમારના પિતાએ હાઈકોર્ટની શરણ લીધી છે
gujarati top news   આજે 4 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 4 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 4 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવાનો મહિમા છે. 1941થી અખંડધૂન કરતા ખેડૂત પરિવાર દ્વારા અન્નકૂટ ધરાવાશે. ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે રાજકુમારના પિતાએ હાઈકોર્ટની શરણ લીધી છે. જેમાં અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. તેમજ અરજીમાં CBI તપાસની માંગ કરી તથા ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત અને રાજસ્થાનના પૂર્વ CM અશોક ગહેલોત અમદાવાદની મુલાકાતે છે.

Advertisement

શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી

શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવાનો મહિમા છે. 1941થી અખંડધૂન કરતા ખેડૂત પરિવાર દ્વારા અન્નકૂટ ધરાવાશે. અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો, ખેડૂતો જોડાય છે. શક્તિપીઠ અંબાજી મંદિરના પરિસરમાં ચૈત્ર નવરાત્રીની એકમથી દસમ સુધી 10 દિવસ સતત 24 કલાક માં અંબેની અખંડ ધૂન કરવામાં આવે છે. મૂળ મહેસાણા જિલ્લાના ખડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની ભારત દેશની આઝાદી પૂર્વે 1941માં શરૂ કરવામાં આવી હતી. પ્રજા ઉપર આવી પડેલી આપત્તિને દૂર કરવા શરુ કરવામાં આવેલી અખંડ ધૂનની આ પરંપરાને મહેસાણા જિલ્લાના 150થી શ્રદ્ધાળુઓએ સતત 83 વર્ષથી જાળવી રાખી છે.

Advertisement

ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો

ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે રાજકુમારના પિતાએ હાઈકોર્ટની શરણ લીધી છે. જેમાં અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. તેમજ અરજીમાં CBI તપાસની માંગ કરી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત (Rajkumar Jat Case) મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે, મૃતક યુવકનાં પિતાએ હવે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. માહિતી અનુસાર, મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે જ તપાસમાં પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેમના દીકરાને બચાવતી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. રાજકુમાર જાટનાં પિતાએ કરેલી અરજીમાં રજૂઆત કરી કે પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) ઘરનાં માત્ર 4.30 મિનિટનાં CCTV જ જાહેર કર્યા છે.

ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત

ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. સતત 18 દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કેટલાક આંદોલનકારી ઉમેદવારો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરશે. અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન શરૂ થયુ છે.

રાજસ્થાનના પૂર્વ CM અશોક ગહેલોત અમદાવાદની મુલાકાતે

રાજસ્થાનના પૂર્વ CM અશોક ગહેલોત અમદાવાદની મુલાકાતે છે. જેમાં રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ અધ્યક્ષ સી.પી જોષી પણ અમદાવાદમાં છે. સી.પી.જોષીએ રાજકુમાર જાટની હત્યા મામલે નિવેદન આપ્યું છે. જેમાં સી.પી.જોષીએ જણાવ્યું છે કે એક ગરીબ યુવકની હત્યા ગુજરાતમાં થઈ છે. ગુજરાત સરકારે તટસ્થ રહીને તપાસ કરવી જોઈએ. કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકારને પણ તટસ્થ તપાસની માગ કરી છે. કોંગ્રેસે CBI હેઠળ તપાસની માંગ કરી છે.

જામનગરના ધ્રોલના સુમરા ગામે સામુહિક આપઘાત

જામનગરના ધ્રોલના સુમરા ગામે સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. જેમાં માતા અને તેના ચાર સંતાનના મૃતદેહ કુવામાંથી મળ્યા છે. માતાએ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટના બનતા ભરવાડ પરિવારમાં માતમ છવાયો છે. તેમાં પાંચેય મૃતકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તથા ધ્રોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rashifal 4 April 2025 : આ રાશિના લોકોને આજે મળશે શુભ યોગનો લાભ, જાણો તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×