Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 3 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

મોદી સરકારનું એક ઐતિહાસિક સંશોધન. લોકસભામાં વક્ફ સુધારા વિધેયક પાસ થયુ છે. સંસદમાં 12 કલાક સુધી મહાચર્ચા ચાલી
gujarati top news   આજે 3 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 3 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. મોદી સરકારનું એક ઐતિહાસિક સંશોધન. લોકસભામાં વક્ફ સુધારા વિધેયક પાસ થયુ છે. સંસદમાં 12 કલાક સુધી મહાચર્ચા ચાલી છે. જામનગર એરફોર્સનું જગુઆર ફાયટર ક્રેસ થયુ છે તેના અપડેટ વિશે વાત કરીએ તો ઘટના સ્થળ નજીકથી એક પાયલટ જવાનના વિખેરાયેલ અંગો મળ્યા છે તેમજ આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો 18મો દિવસ છે. સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે.

Advertisement

મોદી સરકારનું એક ઐતિહાસિક સંશોધન

મોદી સરકારનું એક ઐતિહાસિક સંશોધન. લોકસભામાં વક્ફ સુધારા વિધેયક પાસ થયુ છે. સંસદમાં 12 કલાક સુધી મહાચર્ચા ચાલી છે. ગુજરાત ફર્સ્ટે મેરેથોન કવરેજ બતાવ્યું છે. વિશ્લેષણથી લઈને સચોટ તથ્યોનો ચિતાર આપ્યો છે. તમામ પ્લેટફોર્મ પર ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે. પળેપળની અપડેટ માટે જોતા રહો.. ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે

Advertisement

જામનગર એરફોર્સનું જગુઆર ફાયટર ક્રેસ થયુ છે તેના અપડેટ

જામનગર એરફોર્સનું જગુઆર ફાયટર ક્રેસ થયુ છે તેના અપડેટ વિશે વાત કરીએ તો ઘટના સ્થળ નજીકથી એક પાયલટ જવાનના વિખેરાયેલ અંગો મળ્યા છે. એરફોર્સ દ્વારા મોત અંગે સત્તાવાર જાહેરાત કરાઇ નથી. તેમજ ઘાયલ પાયલટ સારવાર હેઠળ છે. બ્લેક બોક્સ મળ્યે ઘટનાનું કારણ સામે આવશે. સુવરડા ગામ પર ક્રેસ થતા પાયલટોએ અટકાવ્યું હતુ. ડિફેન્સ વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈન્કવાયરીના આદેશ છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી એક પણ ફાયટર પ્લેન ટેક ઓફ નહીં કરી શકે.

આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો 18મો દિવસ

આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો 18મો દિવસ છે. સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ છે. ગ્રેડ-પે વધારવા માટે આરોગ્ય કર્મીઓ માગ કરી રહ્યા છે. તથા માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલનની ચીમકી છે. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ છે.

અમદાવાદમાં પ્રથમવાર ઘેડ મહોત્સવનું આયોજન

અમદાવાદમાં પ્રથમવાર ઘેડ મહોત્સવનું આયોજન થયુ છે. શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહની ઉજવણી થશે. માધુપુરામાં જે મેળો ભરાય તેના અંતગર્ત આયોજન કરાયુ છે. રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ હાજર રહેશે.

આ પણ વાંચો: Rashifal 3 April 2025 : વસુમતી યોગ આ રાશિના લોકોને આજે લાભ મેળવવાની ઉત્તમ તક આપી રહ્યો છે

Tags :
Advertisement

Trending News

.

×