Gujarati Top News : આજે 28 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 28 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 28 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ છે. જેમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં તથા ગુજરાતના CM આજે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે સંવાદ કરશે. શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે રાજ્યભરમાં સંવાદ કરશે તેમજ અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તથા સરકારના આદેશ બાદ સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા વધારાઈ છે. ભાવનગરના 152 કિમીની દરિયાઈ પટ્ટીની સુરક્ષા નોંધારી તથા RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રથમ રાઉન્ડ જાહેર થશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ માટેની આવક મર્યાદા વધારાઈ છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ
પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ છે. જેમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં છે. તેમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ છે. તેમાં મચ્છીના દંગા સહિતના વિસ્તારમાં પોલીસે તપાસ કરી છે. દરિયામાં માછીમાર કરતી માછીમારી બોટનું પણ ચેકીંગ થયુ છે. LCB, SOG, મરીન પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ જણાતા ઇસમોના પુરાવાની ચકાસણી કરાઈ છે.
ગુજરાતના CM આજે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે સંવાદ કરશે
ગુજરાતના CM આજે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે સંવાદ કરશે. શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે રાજ્યભરમાં સંવાદ કરશે. પહેલી વખત આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા વ્યવસ્થા પણ સમિતિ સાથે રાજ્યભરમાં સંવાદ કરશે પહેલી વખત આ પ્રકારે આયોજન છે. તેમજ અમદાવાદ “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત એઆઈસીસીના પ્રભારી મણીક્કમ ટાગોર (સાંસદ) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી હીરાભાઈ જોટવા, દિનેશભાઇ ગઢવી, રાજેન્દ્રસિંહ પારઘી, સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળશે.
અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે
અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 104 નાગરિકો બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે લવાયેલા 600 લોકોને જવા દીધા છે. તથા અન્ય કેટલાક શંકાસ્પદ લોકોને રાખવામાં આવ્યા છે જેમની પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલુ છે.
સરકારના આદેશ બાદ સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા વધારાઈ
સરકારના આદેશ બાદ સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા વધારાઈ છે. ભાવનગરના 152 કિમીની દરિયાઈ પટ્ટીની સુરક્ષા નોંધારી છે. પેટ્રોલિંગ કરી શકાય તેવી બોટ ઉપલબ્ધ નથી. તથા મરીન પોલીસ પાસે ચાલુ હાલતમાં બોટ જ ઉપલબ્ધ નથી. માછીમારો પાસે બોટ માંગીને પેટ્રોલિંગ કરવાની પરિસ્થિતિ છે. અત્યાધુનિક બોટ છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે.
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રથમ રાઉન્ડ જાહેર થશે
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે પ્રથમ રાઉન્ડ જાહેર થશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ માટેની આવક મર્યાદા વધારાઈ છે. દોઢ લાખથી વધારીને 6 લાખ કરાતા બહોળો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં 93,000 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 6 લાખની આવક મર્યાદાને પગલે સવા લાખથી વધુ ફોર્મ ભરાયા છે. અમદાવાદમાં 14,000 બેઠકો સામે 32 હજારથી વધુ ફોર્મ ભરાયા છે.
અમરેલી જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસની કાર્યવાહી થઇ છે. જેમાં અમરેલી જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન છે. 20 ટીમો બનાવીને સંવેદનશીલ વિસ્તારો સહિતની જગ્યાએ સર્ચ ઓપરેશન છે. 4881 જેટલા ઇસમોની તપાસ અમરેલી પોલીસે કરી છે. શંકાસ્પદ વિદેશી, બાંગ્લાદેશી નાગરિકો અંગે માહિતી આપવાની એસ.પી.સંજય ખરાતે અપીલ કરી છે.
આ પણ વાંચો: Rashifal 28 April 2025 : માલવ્ય રાજયોગ આ રાશિના લોકો માટે શુભકામનાઓ લાવશે, તેમને અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે