Gujarati Top News : આજે 27 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 27 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 27 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાંથી ઘુસણખોરોને કાઢવાની કાર્યવાહી થઇ છે. જેમાં કાશ્મીરમાં હુમલા બાદ કાર્યવાહી કરાઈ રહી છે તેમજ જમ્મુ કશ્મીરના શોપિયામાં વધુ એક આતંકીનું ઘર ધ્વંસ્ત કરાયું છે તથા ભરૂચના અલગ અલગ વિસ્તારમાં 15 બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી તેમજ રાજકોટ પોલીસ દ્વારા 10 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા તથા કાશ્મીરમાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતા પુત્રની શોક સભાનું આયોજન કરાયુ અને જૂનાગઢના માણાવદર ખાતે આતંકી હુમલાનો વિરોધ કરાયો જેવા વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો...
અમદાવાદમાંથી ઘુસણખોરોને કાઢવાની કાર્યવાહી થઇ
અમદાવાદમાંથી ઘુસણખોરોને કાઢવાની કાર્યવાહી થઇ છે. જેમાં કાશ્મીરમાં હુમલા બાદ કાર્યવાહી કરાઈ રહી છે. તેમજ દિવસભર બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરાઈ છે. તથા મોડી સાંજે પાકિસ્તાનીઓ પર ગૃહ વિભાગની કાર્યવાહી છે. અમદાવાદના જુહાપુરા અને કારંજ વિસ્તારમાં તપાસ શરૂ થઇ છે. વિવિધ વિસ્તારોમાં ઘૂસણખોરી મામલે તપાસ કરાઇ છે. દિવસ દરમિયાન જુહાપુરા અને કારંજમાં પોલીસ તપાસ થઇ રહી છે. શંકાસ્પદોને પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરાઇ છે. જુહાપુરામાં 23 અને કારંજમાં 300 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઇ છે.
જમ્મુ કશ્મીરના શોપિયામાં વધુ એક આતંકીનું ઘર ધ્વંસ્ત કરાયું
જમ્મુ કશ્મીરના શોપિયામાં વધુ એક આતંકીનું ઘર ધ્વંસ્ત કરાયું છે. જેમાં શોપિયાના જૈનાપોરામાં આતંકી અદનાનનું ઘર ધ્વંસ્ત થયુ છે. તેમજ અદનાન શફીનું 2 માળનું ઘર સેનાએ લોન્ચરથી ઉડાવ્યુ છે. 1 વર્ષ પહેલા અદનાન LeTમાં સામેલ થયો હતો. લશ્કરે તૈયબાના આતંકીના ગ્રુપમાં સક્રિય હતો. આતંકીઓ સામે સેનાની કડક કાર્યવાહી શરૂ થઇ છે.
ભરૂચના અલગ અલગ વિસ્તારમાં 15 બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી
ભરૂચના અલગ અલગ વિસ્તારમાં 15 બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. SOG પોલીસે તમામના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. રેકોર્ડની તપાસ કરવા સાથે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. SOG પોલીસે કાર્યવાહી કરી તમામને હેડક્વાર્ટર ખાતે રવાના કર્યા છે. LIB વિભાગ તપાસ કરી બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરશે.
રાજકોટ પોલીસ દ્વારા 10 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા
રાજકોટ પોલીસ દ્વારા 10 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. પશ્વિમ બંગાળ બોર્ડર પરથી ઘુસણખોરી કરીને રાજકોટ પહોંચ્યા હતા. તેમાં વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશન કરવામાં આવશે તથા
શહેરમાં 800 જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા છે.
કાશ્મીરમાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતા પુત્રની શોક સભાનું આયોજન કરાયુ
કાશ્મીરમાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતા પુત્રની શોક સભાનું આયોજન કરાયુ છે. એમ એમ કન્યા વિદ્યાલયમાં શોક સભા યોજાઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મૃતકોને શ્રદ્ધાંજલી આપી છે. ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા છે. ગોરધન ઝડફિયા, ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ હાજરી આપી છે. MLA સેજલબેન પંડયા, MLA ભીખાભાઇ બારૈયા સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે. આતંકી હુમલામાં તમામ મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે.
જૂનાગઢના માણાવદર ખાતે આતંકી હુમલાનો વિરોધ કરાયો
જૂનાગઢના માણાવદર ખાતે આતંકી હુમલાનો વિરોધ કરાયો છે. જેમાં સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી મૌન રેલી યોજાઈ છે. આંતકવાદીના પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું છે. મોટીસંખ્યામાં નગરજનો મૌન રેલીમાં જોડાયા છે. તેમજ આતંકીઓ સામે કડક પગલા લેવા સરકાર સમક્ષ માગ કરાઈ છે.