Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 25 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આતંકી હુમલાને પગલે વડોદરાના 23 પર્યટકો ફસાયા છે. જેમાં કાશ્મીરથી આવતી ખાસ ટ્રેનમાં પર્યટકો પરત આવશે
gujarati top news   આજે 25 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 25 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 25 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આતંકી હુમલાને પગલે વડોદરાના 23 પર્યટકો ફસાયા છે. જેમાં કાશ્મીરથી આવતી ખાસ ટ્રેનમાં પર્યટકો પરત આવશે તથા આતંકી હુમલાને લઈ કોંગ્રેસના નેતાઓ કાશ્મીર મુલાકાતે જશે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કાશ્મીરની મુલાકાતે જશે અને કોંગ્રેસના સંગઠન અભિયાનને લઈ બેઠક મળશે. ગાંધીનગર ખાતે આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે. જેમાં વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરશે અને વડોદરાના સાવલી નગર પાલીકાની ઘોર બેદરકારી સામે આવી સહિતના તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો સતત....

Advertisement

આતંકી હુમલાને પગલે વડોદરાના 23 પર્યટકો ફસાયા

આતંકી હુમલાને પગલે વડોદરાના 23 પર્યટકો ફસાયા છે. જેમાં કાશ્મીરથી આવતી ખાસ ટ્રેનમાં પર્યટકો પરત આવશે. મોરારીબાપુની કથામાં ભાગ લેવા કાશ્મીર ગયા હતા. જેમાં સાંસદ હેમાંગ જોશીએ ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. તેમાં 12 કલાકની આસપાસ પર્યટકો વડોદરા પરત પહોંચશે.

Advertisement

આતંકી હુમલાને લઈ કોંગ્રેસના નેતાઓ કાશ્મીર મુલાકાતે જશે

આતંકી હુમલાને લઈ કોંગ્રેસના નેતાઓ કાશ્મીર મુલાકાતે જશે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કાશ્મીરની મુલાકાતે જશે. અનંતનાગની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સાથે અન્ય નેતાઓ પણ મુલાકાત લઈ શકે છે. મંગળવારનાં રોજ બપોરના સુમારે આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગાવમાં કરેલ ફાયરીંગમાં 26 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના 3 લોકોના મોત નિપજ્યા હતા.

કોંગ્રેસના સંગઠન અભિયાનને લઈ બેઠક મળશે

કોંગ્રેસના સંગઠન અભિયાનને લઈ બેઠક મળશે. ગાંધીનગર ખાતે આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજાશે. તેમાં પ્રભારી આર.સી.ખુંટીયા, રામકીશન ઓઝા બેઠકમાં હાજર રહેશે. તથા શૈલેષ પરમાર સહિતના આગેવાનો હાજરી આપશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે. જેમાં વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક કરશે. તથા તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં જોડાશે. આ ઉપરાંત વિકાસકાર્યોની પણ રિવ્યૂ બેઠક કરશે

વડોદરાના સાવલી નગર પાલીકાની ઘોર બેદરકારી સામે આવી

વડોદરાના સાવલી નગર પાલીકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ગટરની સાફસફાઈ કરતા ગંદુ પાણી જાહેર માર્ગો પર ઉલેચીયું છે. ગંદા ગટરના પાણી જાહેર માર્ગ પર ઉલેચતા દુર્ગંધ ફેલાઈ છે. ગટરના પાણી રસ્તા પર ફેલાતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. સેફટીના સાધનો વીના સફાઈ કામદારને ગટરની કુંડીમાં ઉતાર્યો છે. સાવલી નગર પાલીકાની વેક્યુમ ટ્રક શોભાના ગાંઠિયા સમાન છે. તેમજ વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશો ત્રાહિમામ છે.

પહલગામ આતંકી હુમલાને લઈ સાબરકાંઠામાં વિરોધ

પહલગામ આતંકી હુમલાને લઈ સાબરકાંઠામાં વિરોધ છે. જેમાં મુખ્ય મથક હિંમતનગર શહેર સંપૂર્ણ બંધ પાળશે. હિંમતનગર શહેરના તમામ વેપારીઓ બંધ પાળશે. તથા પ્રાંતિજ શહેરના બજારો પણ બંધ પાળશે અને બજારો સહિત માર્કેટયાર્ડ પણ બંધ રહેશે.

આ પણ વાંચો: Rashifal 25 April 2025 : કલાનિધિ યોગ રચાતા આ રાશિઓને થશે લાભ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Sri Krishna Janmbhoomi Mathura : મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને ઝટકો!

featured-img
Top News

Operation Sindoor: 'ચીન લાઈવ લેબ જેવા હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું હતું, જાણો ઓપરેશન સિંદૂર પર ડેપ્યુટી આર્મી ચીફે શું કહ્યું

featured-img
ગુજરાત

International Cooperation Year :રાજ્યની તમામ APMC માર્કેટનું 100 ટકા ડિજિટલાઇજેશન થશે

featured-img
Top News

VADODARA : ગેરકાયદે રહેતા 250 બાંગ્લાદેશીઓને વાયુસેનાના વિમાનમાં રવાના કરાયા

featured-img
Top News

Gujarat Rain: ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો, જાણો ક્યા છે એલર્ટ

featured-img
ગુજરાત

Banaskantha : પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે, ગેનીબેનનું નામ કેમ ચર્ચાયું ?

×

Live Tv

Trending News

.

×