Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 17 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જેમાં રાજ્યમાં આ વખતે ચોમાસું સારું રહેશે
gujarati top news   આજે 17 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat : આજે 17 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જેમાં રાજ્યમાં આ વખતે ચોમાસું સારું રહેશે તેમજ મદાવાદના બાપુનગરમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં બ્રિટીશ પીત્ઝા રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થયો છે. તેમાં બ્રિટીશ પીત્ઝાના રસોડામાં ગંદકી જોવા મળી તથા જૂનાગઢમાં મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અમરેલીમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. તેમાં અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોનો આંતક જોવા મળ્યો આ તમામ સમાચારો સાથે જાણો આજની તાજી ઘટનાઓ...

ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર

ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જેમાં રાજ્યમાં આ વખતે ચોમાસું સારું રહેશે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસશે. ગત વર્ષ કરતા આ વર્ષે ગુજરાતમાં વરસાદ સારો રહેશે. આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. જેમાં 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે ગરમીને લઇ આગાહી કરી છે.

Advertisement

અમદાવાદના બાપુનગરમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી

અમદાવાદના બાપુનગરમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં બ્રિટીશ પીત્ઝા રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થયો છે. તેમાં બ્રિટીશ પીત્ઝાના રસોડામાં ગંદકી જોવા મળી છે. પીત્ઝા બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. તથા વીડિયો ઉતારતા જોઈ લેતા સાફ સફાઈ શરૂ કરી છે. બ્રિટીશ પીત્ઝા રેસ્ટોરન્ટમાં ગંદકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે

આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. જેમાં 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે ગરમીને લઇ આગાહી કરી છે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી છે. હિટવેવ સાથે યલો એલર્ટની આગાહી કરતા
કંડલા 44.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. તેમજ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જૂનાગઢમાં મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું

જૂનાગઢમાં મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોતીબાગ રોડ, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક , સાબલપુર ચોકડી, બીલખા રોડ સહિતના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસટી બસ, એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ડાયવર્ટ કરાયા છે. મોડી રાતે અનેક દરગાહોનું ડિમોલેશન ઓપરેશન હાથ ધરાયું છે. તેમાં દાતાર રોડ, ગાંધી ચોક, નરસિંહ મહેતા તળાવની સામે ડિમોલેશન હાથ ધરાયું છે.

અમરેલીમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા

અમરેલીમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. તેમાં અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોનો આંતક જોવા મળ્યો છે. જેમાં 16 વર્ષીય સગીર યુવક અને તેના મિત્રને 6-7 શખ્સોએ માર માર્યો છે. ફોરવર્ડ ગ્રાઇન્ડ પર લુખ્ખા તત્વો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોપાલ અને મોહીન સહિત અન્ય 6 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમાં વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ લુખ્ખા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઇ રહી છે.

આ પણ વાંચો: Rashifal 17 April 2025 : આજે ગજકેસરી યોગથી આ રાશિને ઘણો ફાયદો થશે, જાણો તમારું ભવિષ્ય

Tags :
Advertisement

.

×