Gujarati Top News : આજે 16 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat : આજે 16 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટમાં સમિક્ષા થશે તથા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિજાપુરની મુલાકાતે છે. જેમાં કુકરવાડા ખાતે નવીન ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરશે તથા કોડીનારમાં રૂ.10 હજારમાં નોકરી કરનારા વ્યક્તિને આવકવેરા વિભાગ દ્વારા 115 કરોડની નોટિસ ફટકારવામાં આવી તેમજ અમરેલી SP સંજય ખરાતની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ધારીના ઝર ગામના 5 વર્ષથી પરેશાન ખેડૂતને જમીન પરત અપાવી તેમજ રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ કરી છે. આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના હાઇકમાન્ડની નજર સતત ગુજરાત પર છે તે ઉપરાંતના જાણો ગુજરાતના સમાચાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટમાં સમિક્ષા થશે. તેમજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમિક્ષા થશે. રાજ્યમાં નવી જંત્રીના અમલીકરણ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા થશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિજાપુરની મુલાકાતે
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિજાપુરની મુલાકાતે છે. જેમાં કુકરવાડા ખાતે નવીન ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરશે. કુકરવાડા ખાતે સવારે 9 કલાકે કાર્યક્રમ યોજાશે. મહેસાણાના લોકસભા અને રાજ્યસભાના સાંસદ ઉપસ્થિત રહેશે. વિજાપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેશે.
કોડીનારમાં રૂ.10 હજારમાં નોકરી કરનારા વ્યક્તિને આવકવેરા વિભાગ દ્વારા 115 કરોડની નોટિસ ફટકારવામાં આવી
કોડીનારમાં રૂ.10 હજારમાં નોકરી કરનારા વ્યક્તિને આવકવેરા વિભાગ દ્વારા 115 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામે રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા શેખ આસિફભાઈ મહમ્મદભાઇ નામના યુવકને આવક વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જી હા નોટિસ પણ જેવી તેવી નહીં પરંતુ 115 કરોડ 92 લાખ 9 હજાર 921 રૂપિયાની. જેમાં ટ્રાન્સેક્શનનો ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે આસિફભાઈનું કહેવું છે કે તેઓ પોતે ભણેલ નથી અને પોતે રૂ.10 હજારમાં નોકરી કરે છે. તેમને નોટિસ મળી ત્યારે તેમના ખાતામાં પણ માત્ર રૂ.475 હતા. કોઈ દિવસ તેમણે રૂ.2 લાખ જોયા પણ નથી તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે નોટિસ મળતાની સાથે જ યુવાને સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી દીધી છે.
અમરેલી SP સંજય ખરાતની સરાહનીય કામગીરી
અમરેલી SP સંજય ખરાતની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ધારીના ઝર ગામના 5 વર્ષથી પરેશાન ખેડૂતને જમીન પરત અપાવી છે. તેરા તુજકો અર્પણ અન્વયે ગૃહરાજ્યમંત્રીને મળવા ખેડૂત પહોંચ્યા હતા. ખેડૂત સાથે SP સંજય ખરાતે ગૃહરાજ્યમંત્રી સમક્ષ વિગતો વર્ણવી હતી. તેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ SPને અભિનંદન પાઠવ્યા છે. જેમાં અમરેલી પોલીસની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ કામગીરીને બિરદાવી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાશે
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાશે. રૂ. 2.21 કરોડના ખર્ચે તૈયાર થયેલા ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ થશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે. સાંસદ, ધારાસભ્યો, ST વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમાં વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ વગેરે સુવિધાઓ મળશે.
RTE અંતર્ગત પ્રવેશ કાર્યવાહીની રજીસ્ટ્રેશનની મર્યાદા પૂરી
RTE અંતર્ગત પ્રવેશ કાર્યવાહીની રજીસ્ટ્રેશનની મર્યાદા પૂરી થઇ છે. મંગળવારની રાત સુધી RTE હેઠળ ફોર્મ ભરાયા છે. વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનના ચોક્કસ આંકડા સામે આવશે. તેમાં આવક મર્યાદા 6 લાખ કર્યા બાદ અનેક લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. RTE હેઠળ એડમિશનની રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થઈ શકે છે.
રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ કરી
રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ કરી છે. આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના હાઇકમાન્ડની નજર સતત ગુજરાત પર છે. જેના લીધે રાહુલ ગાંધી આજે ફરી એકવાર ગુજરાત આવી પહોંચ્યા છે. ઉપરાંત કોંગ્રેસે જે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે તે AICC ના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષકો અને ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો સાથે બેઠક યોજશે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલવાસનીકે મોટો નિવેદન આપતા કહ્યું, ઓબ્ઝર્વર પર અમને સો ટકા (100%) વિશ્વાસ છે. આના અનુસંધાનમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં પાયાના કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પહેલને પગલે રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં પાર્ટી દ્વારા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Rashifal 16 April 2025: આ રાશિઓને આજે શુભ યોગથી થશે લાભ , આજે જ જાણો તમારું રાશિફળ