Gujarati Top News : આજે 15 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 15 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 15 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં બપોર 2 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમજ રાજીવ ગાંધીભવન ખાતે જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક કરશે તથા અંબાજી ખાતે 3 દિવસ માટે પરીક્રમા માર્ગ તેમજ રોપવે બંધ રહેશે તેમજ ધરમપુરમાં આદિવાસી અને ખ્રીસ્તી સમાજનો વિરોધ તથા વિદેશમંત્રી એસ.જયશંકરનો નર્મદા પ્રવાસનો બીજો દિવસ છે. રાજપીપળા ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કરશે.
રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે છે
રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં બપોર 2 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમજ રાજીવ ગાંધીભવન ખાતે જિલ્લા નિરીક્ષકો સાથે બેઠક કરશે. બપોર 3 વાગે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક મળશે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં આવી છે. જેમાં કોંગ્રેસના જિલ્લા-શહેરના નિરીક્ષકો સાથે રાહુલ ગાંધી બેઠક કરશે. નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસાને બદલે અમદાવાદમાં થશે. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3થી 5 દરમિયાન બેઠક થશે જેમાં રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ આપશે. આવતીકાલે મોડાસામાં અરવલ્લી જિલ્લાનો સંવાદ કાર્યક્રમ યોજાશે. તથા મોડાસાના મેઘરજ ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ મંદિરમાં બેઠક યોજાશે.
અંબાજી ખાતે 3 દિવસ માટે પરીક્રમા માર્ગ તેમજ રોપવે બંધ રહેશે
અંબાજી ખાતે 3 દિવસ માટે પરીક્રમા માર્ગ તેમજ રોપવે બંધ રહેશે. અગાઉ ગબ્બર પર ભમરા ઉડતાં 20થી 25 યાત્રાળુને ડંખ માર્યા હતા. ગબ્બર અને પરિક્રમા માર્ગ પર વિવિધ સ્થળે મધપૂડા લાગેલા છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 દિવસ મધપૂડા ઉડાવવાની કામગીરી કરાશે
યાત્રિકોની સુરક્ષાને લઈ મંદિર, રોપવે અને પરીક્રમા માર્ગ બંધ રહેશે. તથા 18 એપ્રિલથી ગબ્બર મંદિર અને રોપવે રાબેતા મુજબ શરૂ થશે.
ધારીના ચલાલા નજીક ખાનગી મીની બસે પલટી મારી
ધારીના ચલાલા નજીક ખાનગી મીની બસે પલટી મારી છે. ખાનગી મીની બસ પલ્ટી ખાતા 17 જેટલા મુસાફરોને ઈજાઓ થઇ છે. તેમજ ઇજાગ્રસ્તોને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ધારાસભ્ય જે.વી.કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી હોસ્પિટલે પહોંચ્યા છે. તથા ઈજાગ્રસ્તોની મુલાકાત કરી જરૂરી લાગતા ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડયા છે.
ધરમપુરમાં આદિવાસી અને ખ્રીસ્તી સમાજનો વિરોધ
ધરમપુરમાં આદિવાસી અને ખ્રીસ્તી સમાજનો વિરોધ થયો છે. જેમાં ધરમપુર પ્રાંત અધિકારીને આજે આવેદનપત્ર આપશે. મોટી કોરવડ ખાતે ક્રોસને હટાવવા મુદ્દે આવેદન આપશે. આસુરા સર્કલ ખાતેથી રેલી સ્વરૂપે કચેરીએ પહોંચશે. આદિવાસી-ખ્રીસ્તી સમાજના એક હજારથી વધુ લોકો જોડાશે.
વિદેશમંત્રી એસ.જયશંકરનો નર્મદા પ્રવાસનો બીજો દિવસ
વિદેશમંત્રી એસ.જયશંકરનો નર્મદા પ્રવાસનો બીજો દિવસ છે. રાજપીપળા ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ વિદેશ મંત્રી લાછરસ ગામની મુલાકાત લેશે તેમજ સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરશે.