ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarati Top News : આજે 14 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

બાબા સાહેબ ડો. બી.આર. આંબેડકરની 134મી જન્મજયંતિ છે જેમાં જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં ઉજવણી કરવામાં આવશે
06:44 AM Apr 14, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Gujarat today

આજે 14 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 14 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. બાબા સાહેબ ડો. બી.આર. આંબેડકરની 134મી જન્મજયંતિ છે. જેમાં જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં ઉજવણી કરવામાં આવશે તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે તેમજ કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે તથા રાજકોટની સમર્પણ હોસ્પિટલમાં બોગસ મેડિક્લેમનું કૌભાંડ ઝડપાયું તથા રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

બાબા સાહેબ ડો. બી.આર. આંબેડકરની 134મી જન્મજયંતિ

બાબા સાહેબ ડો. બી.આર. આંબેડકરની 134મી જન્મજયંતિ છે. જેમાં જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં ઉજવણી કરવામાં આવશે. સંસદ ભવનના લોન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. PM, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત મંત્રીઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. તથા આંબેડકર જયંતિને લઈ સત્તા પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાશે. બાબા સાહેબ આંબેડકરના તૈલિ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સચિવાલય સામે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે. 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. તથા પદવીદાન સમારોહમાં રાજપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા પણ હાજર રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જગદીશ મામિદલા હાજર રહેશે.

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે છે. વિદેશમંત્રીની નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે એકતાનગર ખાતે આવશે. તિલકવાડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ કરશે તથા વિકાસકામો નિહાળી પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કરશે. આમદલા ગામ અને જેતપુર ગામની પણ મુલાકાત કરશે. ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપશે.

રાજકોટની સમર્પણ હોસ્પિટલમાં બોગસ મેડિક્લેમનું કૌભાંડ ઝડપાયું

રાજકોટની સમર્પણ હોસ્પિટલમાં બોગસ મેડિક્લેમનું કૌભાંડ ઝડપાયું છે. સમગ્ર કૌભાંડને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તથા બોગસ મેડિક્લેમ મામલે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી દ્વારા બીજાનું ઘર બતાવવામાં આવ્યું હતું. આરોપી અંકિતે ભૂતકાળમાં પણ ક્લેમ કર્યા હોવાની ચર્ચા છે.

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. જેમાં આજે રાજપૂત એકતા દિન નિમિત્તે સ્નેહમિલન યોજાશે. 14 એપ્રિલને રાજપૂત એકતા દિવસ તરીકે જાહેર કરાયો છે. ગત 14 એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ક્ષત્રિય સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચા વિચારણા કરાશે.

રાજકોટ, સુરત અને અમદાવાદમાં આગ બાદ ફરી તપાસના આદેશ

રાજકોટ, સુરત અને અમદાવાદમાં આગ બાદ ફરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ બાદ ફરી તપાસના આદેશ કરાયા છે. રાજકોટમાં આગ લાગ્યા બાદ અનેક નોટિસો ઇસ્યુ કરાઈ હતી. તથા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ નોટિસ નાટકો હજુ પણ યથાવત છે.

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News