ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarati Top News : આજે 11 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે
07:31 AM Apr 11, 2025 IST | SANJAY
આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે
featuredImage featuredImage
Gujarat today @ Gujarat first

Gujarat : આજે 11 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. સવારે 8 વાગે મંદિરથી નીકળી સાંજે 6 વાગે નિજ મંદિર પરત ફરશે તથા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે અમરેલીના આંગણે પધારશે. જેમાં લીલીયા ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે તેમજ કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જસદણના દહિંસરા ગામના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે તથા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ સર્ટિ અપાશે. અમરનાથ યાત્રા માટેના મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થશે આ સાથે જાણો ગુજરાતના વિવિધ સમાચારા...

આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે

આવતીકાલે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં કેમ્પના હનુમાન દ્વારા ઉજવણી કરવામાં આવશે. તથા આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. સવારે 8 વાગે મંદિરથી નીકળી સાંજે 6 વાગે નિજ મંદિર પરત ફરશે. દર વર્ષે હનુમાન જયંતિના એક દિવસ પહેલા પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી શોભાયાત્રા અને બીજા દિવસે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે, ચાલુ પડશે કેમ પણ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ ઓછા વાહનો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ફૂલની પાંખડીઓનો વરસાદ, બેનરો અને ટેબલો શોભાયાત્રામાં રાખવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર બાઈકો અને સુંદરકાંડ પાઠ તેમજ ભજન કરતી મંડળીઓ અને પ્રસાદ ટ્રક સાથે જોડાશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે અમરેલીના આંગણે પધારશે

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે અમરેલીના આંગણે પધારશે. જેમાં લીલીયા ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે. તેમાં અમરેલી સાંસદ ભરત સુતરીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી ગરમાયું રાજકારણ

કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જસદણના દહિંસરા ગામના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. ઋષિભારતી બાપુએ જણાવ્યું છે કે રાજકીય રીતે કોળી સમાજ સૌથી તાકાતવર સમાજ છે. કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય છે. કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય છે. વોટ અને નોટ કોળી સમાજ ફરતે જ રહેવી જોઇએ. ભારતમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કોળી સમાજનું છે. કોળી સમાજ હટી જાય તો સનાતન ધર્મનું શું થાય? ધર્મગુરુઓએ પણ કોળી સમાજ માટે આ વિચારવાની જરૂર છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ સર્ટિ અપાશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ સર્ટિ અપાશે. અમરનાથ યાત્રા માટેના મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થશે. યાત્રાએ જનારા લોકો માટે મેડિકલ સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા છે. તેમાં જૂની MICU બિલ્ડિંગ ખાતે બપોરે બાર વાગ્યા સુધી કામગીરી ચાલશે. સોમવારથી શુક્રવાર દરમ્યાન સર્ટિફિકેટની કામગીરી કરાશે

CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિસાવદરની મુલાકાતે

CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિસાવદરની મુલાકાતે છે. જેમાં માર્કેટયાર્ડમાં કૃષિશિબિર સહીત કાર્યક્રમમાં હાજરી આપશે. વિસાવદરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે. વિસાવદરની હોસ્પિટલનું CMના હસ્તે ખાતમુહર્ત થશે.

આ પણ વાંચો: Rashifal 11 April 2025: આ રાશિઓને આજે અધિ યોગના કારણે મળશે વધુ લાભ, જાણો તમારી રાશિ પર કેવી રહેશે અસર

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News