Gujarati Top News : આજે 10 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 10 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 10 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાં મહાવીર જયંતિ નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જૈન દિગંબરોના 56 દેરાસરો એક સાથે રથયાત્રા યોજશે તથા રાજ્યમાં હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેશે અને રાપરમાં જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી તથા રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની ખેતીની જમીનો અંગે પ્રમાણપત્ર લેવા ફી નક્કી કરાઈ તથા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનો મુદ્દો જેવા જાણો વિવિધ સમાચાર...
અમદાવાદમાં મહાવીર જયંતિ નિમિતે રથયાત્રાનું આયોજન
અમદાવાદમાં મહાવીર જયંતિ નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જૈન દિગંબરોના 56 દેરાસરો એક સાથે રથયાત્રા યોજશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના દેરાસરો દ્વારા રથયાત્રા યોજવામાં આવી રહી છે. ભગવાન મહાવીર 700 કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થશે. 10,000 થી વધુ ભક્તો સ્વામી વાત્સલ્ય પ્રસાદી લેશે. મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. હજી એપ્રિલ મહિનાના 9 દિવસ વીત્યા છે. ત્યારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ચુકયા છે. જો કે, રાજ્યમાં હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. જો કે, 24 કલાક બાદ બેથી 4 ડિગ્રી ઘટતા ગરમીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, હજી પણ 48 કલાક ગરમીનું જોર યથાવત્ રહેવાનું છે. એપ્રિલ મહિનામાં જ આકાશમાંથી ગરમી અગનગોળા બનીને વરસી રહી છે.
રાપરમાં જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી
રાપરમાં જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે ગેસના બાટલાના સંગ્રહ બદલ કાર્યવાહી થઇ છે. તેમાં ગાંધીધામની નવનીત ગેસ એજન્સી સામે કાર્યવાહી કરાઇ છે. કલેકટરની સૂચનાના પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ કાર્યવાહી કરતા ઓઈલ કંપનીના સેલ્સ ઓફિસરની બેદરકારી સામે આવી છે. PESOની મંજૂરી વિના ગેસના બાટલાનું સંગ્રહ કરાયું હતું. 300 જેટલાં ગેસના બાટલા સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની ખેતીની જમીનો અંગે પ્રમાણપત્ર લેવા ફી નક્કી કરાઈ છે. ટાઈટલ ક્લિયર અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા ફી નક્કી કરાઈ છે. 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તાર માટે ચોરસ મીટરે 1 રૂપિયો તથા 1 લાખથી વધુ વસ્તીવાળા વિસ્તારો માટે ચોરસ મીટરે 5 રૂપિયા લેવાશે. ફીને પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે.
અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનો મુદ્દો
અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરાયું છે. સરકારી અને બિનસરકારી શાળામાં શિક્ષણ સહાયકની ભરતી કરાશે. સરકારી શાળામાં ઉમેદવારો 16 એપ્રિલ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તથા બિનસરકારી શાળામાં 24 એપ્રિલ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
આ પણ વાંચો: Rashifal 10 April 2025: આજે ચંદ્રના ગોચરને કારણે શુભ યોગ, જે આ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે