ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarati Top News : આજે 1 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા તથા સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ
07:12 AM Apr 01, 2025 IST | SANJAY
Gujarat today, Ahmedabad@ Gujarat First

આજે 1 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 1 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે 1 એપ્રિલથી નવી જંત્રી લાગુ થશે નહી તથા સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ તેમજ આજથી ગુજરાતમાં પ્રવાસ કરવો પડશે મોંઘો તથા ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જેના જાણો આજના તાજા સમાચાર...

રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર

રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે 1 એપ્રિલથી નવી જંત્રી લાગુ થશે નહી. જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ કરવામાં સમય લાગી શકે છે. સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે. તેથી જંત્રીના દરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રીના દરો લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે.

સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ

સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જેમાં દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન થયુ છે. દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો પણ મહાસભામાં જોડાયા છે. મહાસભા પુર્ણ થયા બાદ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 બ્રહ્મપુરીથી રેલી નીકળી ભગવાન દ્વારકાધીશ મંદિરે પહોંચી છે. આગામી દિવસોમાં સ્વામી નારાયણ સંપ્રદાયના બેફામ બોલતા સ્વામીઓ સામે FIR નોંધાવ ચર્ચા થઇ છે. સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી પ્રતિક ધરણા પર ગુગળી બ્રાહ્મણ સમાજ ઉતરશે.

આજથી ગુજરાતમાં પ્રવાસ કરવો પડશે મોંઘો

આજથી ગુજરાતમાં પ્રવાસ કરવો પડશે મોંઘો. જેમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ટોલમાં વધારો કરાયો છે. ટોલ બૂથ પર રૂ.5થી રૂ.40 સુધીનો વધારો ઝીંકાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ પર પણ ટોલ વધારો થયો છે. હવે કાર-જીપના રૂ.135ના બદલે રૂ.140 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદ વચ્ચે કારનો ટોલ વધીને રૂ.55 થયો છે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર-જીપનો ટોલ રૂ.110 છે. દેશનો સૌથી વધુ ટોલ આવક ભરથાણા પ્લાઝા ધરાવે છે. જેમાં ભરથાણા પ્લાઝા પર હવે કારનો ટોલ વધીને રૂ.160 થયો છે. મધ્યપ્રદેશ સરહદથી અમદાવાદની મુસાફરી મોંઘી થશે. ભથવાડા પ્લાઝા પર કાર-જીપના રૂ.185 ચૂકવવા પડશે. તથા ચોર્યાસી પ્લાઝા પર કાર-જીપનો ટોલ હવે રૂ.125 થશે.

ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત

ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. સતત 16મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન છે. કાયમી ભરતીની માગ સાથે શિક્ષકો વિરોધમાં ઉતર્યા છે. તેમાં અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન શરૂ થયુ છે. કાયમી ભરતી કરવાની માંગ સાથે વ્યાયામ શિક્ષક માટેના ઉમેદવારો આજે પણ પોતાનો વિરોધ યથાવત રાખશે. તેમની કાયમી ભરતી કરવાની માગણી છે જે સંદર્ભે પણ સ્ટેન્ડ ક્લિયર થઈ શકે છે.

આ પણ વાંચો: Rashifal 1 April 2025 : નવરાત્રિના ત્રીજા દિવસે સુનફા અને શુભ યોગને કારણે આ રાશિના જાતકોને સારી આવક થશે

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article