Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : Amit Shah ની ઉપસ્થિતિમાં આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન

સાહિત્યસર્જન અને સમાજ ઉપયોગી કાર્યોને મુખ્યમંત્રીએ બિરદાવ્યું
gujarat   amit shah ની ઉપસ્થિતિમાં આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન
Advertisement
  • આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે: CM ભૂપેન્દ્ર પટેલ
  • બુદ્ધિવાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના મેયર, સ્થાનિક ધારાસભ્યઓ તથા જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રીએ ઉપસ્થિત જૈનાચાર્યો અને ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર આયોજન બદલ બુદ્ધિવાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

સાહિત્યસર્જન અને સમાજ ઉપયોગી કાર્યોને મુખ્યમંત્રીએ બિરદાવ્યું

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને મુખ્યમંત્રીએ કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સમાજ સુધારણા, સામાજિક જાગૃતિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રતાપે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને સ્વપ્નદૃષ્ટા સંત ગણાવી તેમના સાહિત્યસર્જન અને સમાજ ઉપયોગી કાર્યોને મુખ્યમંત્રીએ બિરદાવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવ્યું

મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૨૫ને રાષ્ટ્ર ગૌરવ વર્ષ ગણાવતાં કહ્યું કે આ સમગ્ર વર્ષ આપણે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી તથા બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. એટલુંજ નહીં આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની ૧૫૦મી જન્મજયંતી પણ આ વર્ષે ઉજવાઈ રહી છે તે એક સુભગ સુયોગ છે તેનો આનંદ તેમણે પ્રગટ કર્યો હતો.

ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ ઉપસ્થિત આચાર્ય ભગવંત શ્રીમદ્ મનોહર કિર્તીસાગર સુરીશ્વરીજી મહારાજ તેમજ આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સહિત જૈનાચાર્ય મહારાજાના આશીર્વચન મેળવ્યા હતા. અમદાવાદમાં આયોજિત સ્મારક સિક્કાના વિમોચન પ્રસંગે જૈનાચાર્યો, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય અમિતભાઇ શાહ, કૌશિકભાઈ જૈન તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જૈન ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Raghuraj Pratap Singh ઉર્ફે રાજા ભૈયા વિરુદ્ધ પત્નીની ફરિયાદ પર દિલ્હીમાં FIR દાખલ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : નશાકારક કફ સીરપનું ગેરકાયદે વેચાણ કરતા વેપારીને ત્યાં SOG ના દરોડા

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
ગુજરાત

VADODARA : રૂ. 100 ની લેતીદેતીમાં પેટ્રોલ પંપને બાનમાં લેવાનો પ્રયાસ

featured-img
ગુજરાત

VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

Trending News

.

×