Gujarat: બાથરૂમમાં ગીઝર ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના
- પાલનપુરમાં બાથરૂમમાં ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા કિશોરીનું મોત
- 15 મિનિટ સુધી બહાર ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો
- બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જવાઈ હતી
Palanpurમાં બાથરૂમમાં ગીઝર (geyser) ના ગેસથી ગુંગળાઈ જતા કિશોરીનું મોત થયુ છે. જેમાં 15 મિનિટ સુધી બહાર ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જેમાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી હતી. 13 વર્ષીય દુર્વા વ્યાસનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
આખરે બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જવાઇ
બનાસકાંઠાના પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં બાથરૂમમાં 13 વર્ષીય કિશોરીનું ગીઝર (geyser)ના ગેસથી ગુંગળાઈ જતા મોત થયુ છે. જેમાં બાથરૂમમાં નાહવા ગયેલી કિશોરી 15 મિનિટ સુધી બહાર ન આવતા કે કોઇ અવાજ ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જેમાં દરવાજો ન ખુલતાં બહારના ભાગે જઇ કાચની બારીમાંથી જોતો તે ફર્સ ઉપર પડી હતી. તેમાં આખરે બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો: Gujarat: રૂ. 6 હજાર કરોડના BZ કૌભાંડમાં CIDની ટીમને મળી મોટી સફળતા
ઘરના બાથરૂમમાં ગેસ ગીઝર (geyser)હોય તો ચેતી જવાની જરૂર છે
તાજેતરમાં જ કર્ણાટકમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રામનગર જિલ્લાના મગડી ખાતે 40 વર્ષીય મહિલા અને તેના 17 વર્ષના પુત્રનું તેમના ઘરમાં ગેસ ગીઝર (geyser) લીક થવાને કારણે મોત થયું હતુ. નોંધનીય છે કે, ગીઝર (geyser)માંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ લીક થવાને કારણે મૃત્યુ થયું હતું. બીજી તરફ તબીબો પણ કાર્બન મોનોક્સાઇડને જીવલેણ ગણાવી રહ્યા છે. તેનો આકાર, રંગ અને સુગંધ ન હોવાથી માણસને ખ્યાલ નથી આવતો અને મોતના મુખમાં ધકેલાઇ જાય છે. તો જાણકારો ગીઝરને બાથરૂમની બહાર ફિટ કરાવવા સલાહી આપી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે બાથરૂમ બંધ રહેતું હોવાથી ગૂંગળામણ થાય છે, ગેસ ગીઝર (geyser) ના પોઇન્ટ પણ બહાર જ રાખવા જોઇએ, સમયાંતરે ગીઝરની સર્વિસ કરાવવી જોઇએ. આમ એક સામાન્ય બેદરકારીએ કિશારીનો જીવ લીધો છે, ત્યારે જો ઘરના બાથરૂમમાં ગેસ ગીઝર હોય તો ચેતી જવાની જરૂર છે.
આ પણ વાંચો: Gujarat: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ