Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: અમદાવાદ સહિત આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ 35 થી 45 કિમી ઝડપે ફુંકાઈ શકે છે પવન Gujarat Rain:હવામાન વિભાગના(Meteorological Department)અનુમાન મુજબ સમગ્ર ગુજરાત(Gujarat Rain)માં માં(Gujarat Rain)આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગ દ્વારા...
gujarat rain  અમદાવાદ સહિત આ જિલ્લામાં તૂટી પડશે  વરસાદ  હવામાન વિભાગે કરી આગાહી
  1. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  2. અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ
  3. 35 થી 45 કિમી ઝડપે ફુંકાઈ શકે છે પવન

Gujarat Rain:હવામાન વિભાગના(Meteorological Department)અનુમાન મુજબ સમગ્ર ગુજરાત(Gujarat Rain)માં માં(Gujarat Rain)આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ (rain) વરસી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થઇ શકે છે. હાલ બંગાળીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસમાં રાજ્યમાં મેઘરાજા વિરામ લઇ શકે છે. જો કે ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.

Advertisement

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ગુજરાત(Gujarat Rain)માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાશે. જેમાં આજે પાંચ દરવાજા ખોલી નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેક પાણી છોડાશે. તેમજ જામનગર જિલ્લામાં આજરોજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આજથી થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

આ પણ  વાંચો -Special Story: ‘જંગલના રાજાનું રક્ષણ’ જાણતા સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાચ ચર્ચા

Advertisement

રાજ્યના કુલ 207માંથી પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા

ગુજરાતના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના કુલ 207માંથી પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141માંથી પૈકી 35ઓવર ફ્લો થયા છે. તો કચ્છના 20 પૈકી છ અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી છ જળાશયો છલોછલ થયા છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 68.13 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં કુલ 53.12 ટકા, કચ્છના 20 ડેમોમાં કુલ 51.70 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 74.96 ટકા જળસંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાયોમાં 48.26 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.41 ટકા પાણીનો જથ્થો છે.

આ પણ  વાંચો -VADODARA : SSG માંથી યુવતિનો મૃતદેહ પરિજનોને સોંપવા ભરૂચના સાંસદે લખવું પડ્યું

Advertisement

રાજ્યના 206 પૈકી 88 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે.. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 69.64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.17 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 52.06 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.67 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Tags :
Advertisement

.