Gujarat Rain NEWS : ગુજરાતના આ જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસશે, હવામાન વિભાગની મોટીઆગાહી
રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, આગામી 1 દિવસમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તેમજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે.
આ તરફ ઉત્તર ગુજરાતમાં પવન સાથે અતિભારે વરસાદ રહેશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ રહેશે. જેના પરિણામે હવામાન વિભાગે ત્યાં માટે એલર્ટ રહેવાની સૂચના આપી છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જેની સાથે જ અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના
12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગનો સમાવેસ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 13 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
14મી જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 15 અને 16 તારીખ એટલે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસોમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.
આપણ વાંચો -JUNAGADH : ઘેડમાં ઘૂસ્યા ઓઝત નદીના પાણી, ગામોના ગામો થઈ ગયા જળબંબાકાર