Gujarat Rain : નડિયાદમાં ધોધમાર વરસાદ, ખોડિયાર ગરનાળામાં પાણી ભરાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડાના નડિયાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાત્રી સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદમાં 4 કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જોવા મળ્યુ છે. ખેડાના નડિયાદ પૂર્વ અને પશ્ચિમ જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાયા છે.
તો શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે. તો આ તરફ માઈ મંદિર ગરનાળા, વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વસો, ખેડા, મહુધા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદને પગલે ખેડાના નડિયાદમાં વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી. ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કારમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો -233 કરોડના ખર્ચે નર્મદા નદી પર 3.5 કિમી લાંબા બ્રિજનું કામ પૂર્ણ