Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police : PSI અને PI બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

PSI/ PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાના ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય તમામ અધિકારીઓને અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવી પડશે. હાલની ફરજ નજીકનાં જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની (Gujarat Police) બદલી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર...
gujarat police   psi અને pi બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
  1. PSI/ PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાના ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
  2. તમામ અધિકારીઓને અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવી પડશે.
  3. હાલની ફરજ નજીકનાં જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.

રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની (Gujarat Police) બદલી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગૃહ વિભાગે રાજ્યમાં PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાના હેતુંથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમામ અધિકારીઓને રાજ્યનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવી પડશે. નવા બદલાવ પ્રમાણે હવે 5 વર્ષ સુધી એક જ ઝોનનાં જિલ્લાઓમાં નોકરી કરનાર PSI/ PI ની તે ઝોનનાં જિલ્લાઓમાં કે નજીકનાં જિલ્લાઓમાં (Districts) બદલી કરી શકાશે નહિં. 5 વર્ષનાં સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ કરાયા છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવત છે : અશ્વિનીકુમાર

Advertisement

PSI અને PI ની બદલી પ્રક્રિયાને લઈ ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

રાજ્યમાં પોલીસ (Gujarat Police) બેડામાંથી થતી બદલીઓમાં વધુ પારદર્શીતા રહે તે માટે ગૃહ વિભાગ (Home Department) દ્વારા છેલ્લા ઘણા સમયથી વિચારણા ચાલી રહી હતી. ત્યારે હવે રાજ્યમાં PSI અને PI ની બદલી પ્રક્રિયાને લઈ ગૃહ વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માહિતી મુજબ, ગૃહ વિભાગના નવા નિર્ણય મુજબ, હવે તમામ અધિકારીઓને રાજ્યનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવી પડશે. હવે 5 વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇની તે ઝોનનાં જિલ્લાઓમાં કે નજીકનાં જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.

આ પણ વાંચો - AMC ના નાક નીચે સાબરમતી નદીમાં પ્રદૂષણ...!

Advertisement

પોલીસ અધિકારીઓને વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે

આ સાથે 5 વર્ષનાં સમયગાળાની ગણતરી કરવા માટે નિમણૂક કરાતી એકમો / બ્રાન્ચોને ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ ગૃહ વિભાગ દ્વારા અપાયા છે. અહેવાલ મુજબ, જો કોઈ PSI કે PI હાલ સુરત રેન્જ અને સુરત (Surat) શહેરમાં ફરજ પર છે તો પછી તેમની બદલી વડોદરા (Vadodara), રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ (Ahmedabad) શહેર, અમદાવાદ રેન્જ, સુરત રેન્જ અથવા સુરત શહેરમાં બદલી થઈ શકે નહીં. ગૃહ વિભાગનાં આ નિર્ણયથી તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. માહિતી મુજબ, આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃત્તિ નજીકનો સમયગાળો હોય તો કેસનાં મેરિટ અન્વયે વિચારણા કરી શકાશે.

આ પણ વાંચો - Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ સુનાવણી, શાળાઓમાં Fire NOC ની હકીકત ચોંકાવનારી!

Tags :
Advertisement

.