Gujarat Police : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 PI ની બદલી
- રાજ્યનાં પોલીસ તંત્રમાં 234 PI ની બદલી કરાઈ
- PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ થઈ
- થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન અપાયું હતું
- જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીનાં તહેવાર પોલીસ બેડામાં મોટા ફેરબદલ
રાજ્યમાં પોલીસ તંત્રને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ તંત્રમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. જન્માષ્ટમીનાં (Janmashtami) તહેવાર પહેલા આ બદલીઓ કરવામાં આવી છે. માહિતી મુજબ, PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ કરવામાં આવી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું
PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ કરાઈ
ગુજરાત પોલીસ તંત્રમાં (Gujarat Police) મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) તહેવાર પહેલા રાજ્યનાં પોલીસ તંત્રમાં એક સાથે 234 જેટલા PI ની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલીઓ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ 234 જેટલા PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Gandhinagar : દારૂબંધી-નશાબંધી સુધારા વિધેયક મુદ્દે BJP-Congress ના આ નેતાઓ આમને-સામને!
ગઈકાલે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું (Crime Conference) આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજ્યના 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા હતા અને ક્રાઈમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા થઈ હતી. DGP વિકાસ સહાયે (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો નોંધાયો છે. પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કામ કરાશે.
આ પણ વાંચો - Gandhinagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી આ ખાસ રજૂઆત!