Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT : હવે તાંત્રિક અને ભૂવાઓની ખેર નહીં! ગુજરાત સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો

ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર લાવશે સ્પેશિયલ કાયદો હવે કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ જ્યોતિષિઓ, અઘોરી વિદ્યાની જાહેરાત નહીં આપી શકે નવા કાયદામાં 7 વર્ષની કેદ અને 50 હજારના દંડની જોગવાઈ ગુજરાત (GUJARAT)...
gujarat   હવે તાંત્રિક અને ભૂવાઓની ખેર નહીં  ગુજરાત સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો
  • ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • ગુજરાત સરકાર લાવશે સ્પેશિયલ કાયદો
  • હવે કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ
  • જ્યોતિષિઓ, અઘોરી વિદ્યાની જાહેરાત નહીં આપી શકે
  • નવા કાયદામાં 7 વર્ષની કેદ અને 50 હજારના દંડની જોગવાઈ

ગુજરાત (GUJARAT) સરકાર દ્વારા હવે ખૂબ જ મોટું અને મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.મળતી માહિતીના અનુસાર, ગુજરાત (GUJARAT) રાજ્ય સરકાર કાળા જાદુ વિરુદ્ધ નવો કાયદો લાવવા માટે જઈ રહી છે. ગુજરાતમાં અંધ વિશ્વાસ અને ભૂવાઓ દ્વારા કરાતી છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. આ ચોમાસા સત્રમાં રાજ્ય સરકાર સ્પેશિયલ કાયદો લાવવા માટે જઈ રહી છે. આ કાયદા અનુસાર, કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ કરાઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

નવા કાયદામાં 7 વર્ષની કેદ અને 50 હજારના દંડની જોગવાઈ

અંધશ્રદ્ધા અને ઠગ બાબાઓ અને ભૂવાઓની વાતોમાં સામાન્ય રીતે ભોળી પ્રજા આવી જતી હોય છે. ભૂવાઓ સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે અથવા તો અસામાન્ય વસ્તુઓ તેમની પાસે કરાવતા હોય છે. પરંતુ હવે આ મામલે ગુજરાત સરકારે કમર કસી છે. ગુજરાત (GUJARAT) સરકાર આ આ ચોમાસા સત્રમાં સ્પેશિયલ કાયદો લાવવા માટે જઈ રહી છે.આ કાયદાના અનુસાર હવે કાળા જાદુનું કૃત્ય કરવા બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. વધુમાં જ્યોતિષિઓ, અઘોરી વિદ્યાની જાહેરાત નહીં આપી શકે. આ નવા કાયદાથી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ઠગ ભૂવાઓ પર સિકંજો કસવામાં આવશે તે નક્કી છે. વધુમાં આ કાયદાના અનુસાર, નવા કાયદામાં 7 વર્ષની કેદ અને 50 હજારના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો :VADODARA : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો બનશે હાઈસ્પીડ કોરીડોર

Advertisement
Tags :
Advertisement

.