Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Local Body Election Voting 2025 : પાલિકા-પંચાયતનું 6 કલાકમાં સરેરાશ 32% મતદાન, જાણો કયા થયુ સૌથી વધુ વોટિંગ

જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 23.95 ટકા મતદાન સાથે 3 મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 16.63 ટકા મતદાન
gujarat local body election voting 2025   પાલિકા પંચાયતનું 6 કલાકમાં સરેરાશ 32  મતદાન  જાણો કયા થયુ સૌથી વધુ વોટિંગ
Advertisement
  • ઘાટલોડિયામાં 17.63 ટકા, વડવામાં 17.09 ટકા મતદાન
  • જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 23.95 ટકા મતદાન
  • સૌથી વધુ ખેડાની ચકલાસી નપામાં 47.51 ટકા મતદાન

Gujarat Local Body Election Voting 2025 : ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં ચૂંટણી યોજઇ રહી છે. જેમાં આજે સવારથી મતદાન શરૂ થયુ છે. તેમાં પાલિકા-પંચાયતમાં સાડા 6 કલાકમાં 32 ટકા મતદાન થયુ છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 23.95 ટકા મતદાન સાથે 3 મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 16.63 ટકા મતદાન તથા ઘાટલોડિયામાં 17.63 ટકા, વડવામાં 17.09 ટકા મતદાન અને સુરતના લિંબાયત વોર્ડમાં સરેરાશ 15.69 ટકા મતદાન તથા 68 નગરપાલિકામાં સાડા 6 કલાકમાં 34 ટકા મતદાન થયું છે.

Advertisement

સૌથી વધુ ખેડાની ચકલાસી નપામાં 47.51 ટકા મતદાન

સૌથી વધુ ખેડાની ચકલાસી નપામાં 47.51 ટકા મતદાન છે. બોરીયાવી નગરપાલિકામાં સરેરાશ 47.34 ટકા મતદાન તથા ભચાઉ નગરપાલિકામાં સૌથી ઓછું 16.17 ટકા મતદાન થયુ છે. ત્રણ તાલુકા પંચાયતમાં સરેરાશ 38.60 ટકા મતદાન થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં 40.96 ટકા સરેરાશ મતદાન તથા કપડવંજ તા.પં.માં 36.95 ટકા, કઠલાલમાં 37.50 ટકા મતદાન થયુ છે.

Advertisement

હાલ રોકેટગતિએ પાલિકા-પંચાયતમાં મતદાન વધ્યુ

હાલ રોકેટગતિએ પાલિકા-પંચાયતમાં મતદાન વધ્યુ છે. જેમાં પહેલા જૂનાગઢ મનપામાં સરેરાશ 14.98 ટકા મતદાન, 3 મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 8.97 ટકા મતદાન થયુ હતુ. 66 નગરપાલિકામાં સરેરાશ 19.97 ટકા મતદાન થતા વિવિધ પક્ષના નેતાઓ દોડતા થયા હતા. અનેક જગ્યાએ રાજકીય કાર્યકરો સામસામે આવ્યા છે. જેમાં માણસા નગરપાલિકામાં સૌથી વધુ 28.90 ટકા મતદાન થયુ છે.

દ્વારકા નગરપાલિકામાં 11.71 ટકા મતદાન નોંધાયું

દ્વારકા નગરપાલિકામાં 11.71 ટકા મતદાન નોંધાયું છે. તેમજ મોરબી નપામાં 14.56 ટકા, બોટાદ નપામાં 8.58 ટકા તથા 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24.34 ટકા મતદાન થયુ છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં 26.90 ટકા મતદાન, કપડવંજ તા.પં.માં 23.23, કઠલાલમાં 22.33 ટકા મતદાન તથા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં સરેરાશ 18.40 ટકા મતદાન થયુ છે. તેમજ જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 16.88 ટકા મતદાન થયુ છે. આંકલાવના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે

મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. જેમાં બપોરે પણ મતદાન મથક પર લાંબી કતારો જોવા મળી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે. આંકલાવ પાલિકામાં હજુ ભાજપ ક્યારેય સત્તામાં આવ્યું નથી. જૂનાગઢ ભાજપ કાર્યાલય પર દિગ્ગજોનો જમાવડો થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય, પ્રભારી કાર્યાલય પર ઉપસ્થિત છે. કારણ કે જૂનાગઢમાં ધીમા મતદાનને લઈને ભાજપ મુંઝવણમાં છે. જૂનાગઢમાં બપોર બાદ વધુ મતદાન થવાની શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો: Gujarat Local Elections : મનપાની પેટાચૂંટણીમાં મતદારોમાં નિરસતા, વિવિધ પક્ષો દોડતા થયા

Tags :
Advertisement

.

×