Gujarat Local Body Election Result : જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય
- જુનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9માં પરાજય
- ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ રાજકીય ડેબ્યુ કર્યું હતુ
- આ બેઠકમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે
Gujarat Local Body Election Result : જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો છે. જેમાં જુનાગઢની હાઇપ્રોફાઇલ બેઠક તરીકે ચર્ચાતી વોર્ડ નંબર 9, જેમાં ભવનાથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે. અહીંથી દિગ્ગજ ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ચૂંટણી લડ્યા હતા અને પરાજય થયા છે.
જુનાગઢ ગીરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાના પુત્રનો પરાજય | Gujarat First#Junagadh #Girishkotecha #ParthKotecha #ElectionResult #JunagadhElection #SthanitSwarajElection #GujaratFirst pic.twitter.com/fnaWwjHjhR
— Gujarat First (@GujaratFirst) February 18, 2025
ભાજપ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ રાજકીય ડેબ્યુ કર્યું હતુ
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દ્વારા તેમના રાજકીય પદાર્પણની શરૂઆત હતી. અગાઉ પાર્થ કોટેચાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ભાજપની જીત વિકાસના એજન્ડા પર આધારિત હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમને ભવનાથ અને મા આંબાની સેવા કરવાનો અવસર મળ્યો છે. આ સાથે તેમણે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી. નડ્ડા, સી.આર.પાટિલ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ નેતાઓ,આગેવાનોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરાંત, તેમણે પર્યટન વિસ્તારના વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે વધુ પ્રવાસીઓ આ વિસ્તાર તરફ આકર્ષાય, જેથી ક્ષેત્રની ગતિશીલતા વધે.
Junagadh Municipal Election Results : Girish Kotecha નું પાણી મપાયું । Gujarat First
જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં ઉલટફેર
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રની હાર
પાર્થ કોટેચાની થઇ કારમી હાર થઇ
વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી @GirishMKotecha #Junagadh #Girishkotecha… pic.twitter.com/0FZHOZVJ44— Gujarat First (@GujaratFirst) February 18, 2025
18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થતા તેમને પરાજયનો સામનો કરવો પડ્યો
તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર માત્ર જુનાગઢની જનતા માટે જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના મુલાકાતીઓ માટે પણ મહત્વ ધરાવે છે, અને ભાજપનો લક્ષ્ય વિસ્તારને વધુ વિકસિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થયુ હતુ. અને આજે 18 ફેબ્રુઆરી, 2025 નાં રોજ પરિણામ જાહેર થતા તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Result : સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જાણો ભાજપની ક્યા થઇ જીત