ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના 11 સાવજો મા દુર્ગાની આરાધનામાં કરશે આઠમના ઉપવાસ

Lions ને એક દિવસનો ફરજીયાત ઉપવાસ કરાવવામાં આવે છે Lions ને ઉપવાસ કરવાની પ્રથા ચાલુ રાખવામાં આવી છે હિંદુ ધર્મમાં સિંહને તો પવિત્ર માનવામાં આવે જ છે Gujarat Lions Fasting : હાલમાં નવરાત્રીના નવરંગમાં ગુજરાત સહિત સમગ્ર દેશ મગન...
04:08 PM Oct 09, 2024 IST | Aviraj Bagda
Gujarat Lions Fasting

Gujarat Lions Fasting : હાલમાં નવરાત્રીના નવરંગમાં ગુજરાત સહિત સમગ્ર દેશ મગન જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને દર રાત્રીએ ગરબે ધૂમી રહ્યા છે. તો ગુજરાત સાથે દેશના ખૂણે-ખૂણે દરરોજ રાત્રીએ મા દુર્ગાના માનમાં ગરબે ઝૂમવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત વિવિધ રીતે મા દુર્ગાની ઉપસના કરતા હોય છે. મા અંબાના નામે મૂકવામાં આવતા ગરબાની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ અભિયાન સાથે ગુજરાતના ગૌરવ સમાન Lions પણ જોડાયા છે. એટલે કે... ગુજરાતમાં આવેલા 11 Lions ને પણ ઉપવાસ કરાવવામાં આવે છે.

Lions ને એક દિવસનો ફરજીયાત ઉપવાસ કરાવવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી નિયમાનુસાર વર્ષોથી શુક્રવારના દિવસે Lions ને એક દિવસનો ઉપવાસ કરાવવામાં આવે છે. જેના કારણે તેમની ચયાપચયની ક્રિયા વધારે સુદ્રઢ બને છે. આ જ નિયમ માણસોને પણ લાગુ પડે છે. અનેક ડોક્ટર્સ વારંવાર કહેતા હોય છે કે, અઠવાડીયામાં એક દિવસ દરેક વ્યક્તિએ ઉપવાસ કરવો જોઇએ. આ જ પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ઝુમાં રહેલા તમામ Lions ને એક દિવસનો ફરજીયાત ઉપવાસ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: Gandhinagar : તબીબી શિક્ષકોની દિવાળી સુધરી! સરકારે આપી આ મોટી ભેટ

Lions ને ઉપવાસ કરવાની પ્રથા ચાલુ રાખવામાં આવી છે

હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યુ છે ત્યારે Lions પણ મા અંબાની આરાધના કરતા હોય તેમ પ્રતિ શુક્રવાર ઉપવાસ કરશે.જેના કારણે આ નવરાત્રીમાં પણ 2 શુક્રવાર આવતા હોવાથી તેઓ 2 શુક્રવારના ઉપવાસ કરીને મા અંબાની આરાધના કરશે તેવું કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત થાય છે, આ નિયમ માનવ હોય કે પ્રાણી દરેકને લાગુ પડે છે. હકીકતમાં આ Lions ના સ્વાસ્થ્ય ને લઈ આજ નહીં, પરંતુ વર્ષોથી સેન્ટ્રલ ગવર્નમેન્ટના નિયમ અનુસાર Lions ને ઉપવાસ કરવાની પ્રથા ચાલુ રાખવામાં આવી છે. તે ઉપરાંત રાજકોટમાં જ્યારથી પ્રાણીસંગ્રહલાયની સ્થાપના થઈ, ત્યારથી આ પ્રથા કાર્યરત છે.

હિંદુ ધર્મમાં સિંહને તો પવિત્ર માનવામાં આવે જ છે

અત્રે ઉલ્લેખનીય છે કે, હિંદુ ધર્મમાં સિંહને તો પવિત્ર માનવામાં આવે જ છે પરંતુ સાથે સાથે તે માતા દુર્ગાનું વાહન પણ માનવામાં આવે છે. નવરાત્રી પણ મા દુર્ગાનું જ પર્વ માનવામાં આવે છે. ત્યારે Lions ઉપવાસ કરીને માતાજીને પોતાની ભક્તિનો પરોક્ષ પુરાવો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ પણ ગુજરાતની એક ખ્યાતનામ ગઝલ છે કે, શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર.

આ પણ વાંચો: CM ની કર્મચારીઓને ટકોર...આ મારુ કામ નથી એવું કહેતો થાય ત્યાંથી તકલીફ ચાલુ થાય છે

Tags :
Bhavnagar divisionfastingGujarat FirstGujarat LionsGujarat Lions Fastingloco pilotsPipavav PortRailway TrackWestern Railway
Next Article