Gujarat : ગરમી મામલે જાણો શું કરી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી
- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી
- સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ
- એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે
ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. કારણ કે માર્ચના બીજા વીકમાં 40થી 42 ડિગ્રી તાપમાનની શક્યતા છે. જેમાં આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.
ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36, 37 ડિગ્રી જોવા મળ્યો
માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ અને સાથે ગરમીની પણ શરૂઆત થઈ છે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36, 37 ડિગ્રી જોવા મળ્યો છે. જેમાં ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે. શિવરાત્રિ ગઇ અને શિયાળો ગયો અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અસહ્ય ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ થઇ છે. જેમાં તાપમાન 40 થી 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલા પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ વર્ષો પહેલાના ગરમીના રેકોર્ડ તૂટે તો પણ નવાઈ નહીં.
માર્ચ મહિનાથી જ બપોરના તાપમાનમાં વધારો થઈ ગયો
ગરમીની આ વખતની સિઝન અસહ્ય ગરમી પડશે તેવુ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વખતે એપ્રિલ-મેમાં અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા છે. તપતા સૂર્યના પ્રકોપથી લોકોએ સાવધાન રહેવું પડશે અને અકારણ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ડોકટરો પણ ગરમી દરમ્યાન નાગરિકોને ખાસ વારંવાર પાણી પીવું, ડિહાઇડ્રેશન ના થાય તે માટે હળવો અને તાજો ખોરાક ખાવાની સૂચના આપતા હોય છે. ગરમીમાં ખાસ તાજા ફળ અને તાજા શાકભાજી ખાવાની સૂચના આપે છે. ગરમી દરમિયાન બપોરે લીંબુ પાણી અને છાસનો ઉપયોગ કરવાની સૂચના આપે છે આ વખતે 2025ની માર્ચ મહિનાથી જ બપોરના તાપમાનમાં વધારો થઈ ગયો છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે.
આ પણ વાંચો: Gujarat : ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મહેફિલ!, Video Viral થયો