IAS અધિકારીઓની બદલી, GSSSB ના ચેરમેન બન્યા IAS તુષાર ધોળકીયા
Gujarat IAS Transfer : રાજ્ય સરકાર તાજેતરમાં આશરે 9 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે એર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. તેમાં તમામ IAS અધિકારીઓની બદલી સાથે પોસ્ટને પણ રેખાંકિત કરવામાં આવી છે. તો આ વખતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના નવા ચેરમેન તરીકે IAS તુષાર ધોળકીયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે આ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના નવા ચેરમેન IAS અધિકારી કમલ દાયાણી હતા.
તે ઉપરાંત રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. IAS તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના સીઈઓ બનાવવામાં આવ્યા છે. તો IAS તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, હવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે IAS ગૌરાંગ એસ મકવાણાની બદલી કરી તેમને ભરૂચના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gujarat માંથી નાણા પડાવતા 8 લોકોની નકલી ED ની ટીમ ઝડપાઈ