Gujarat: રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
- રાજ્યમાં ભારે વરસાદને પગલે આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા
- રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
- ભારે વરસાદ અને આગાહીને પગલે શિક્ષણ વિભાગનું નિર્ણય
Gujarat: સમગ્ર ગુજરાત(Gujarat)માં હાલ અતિભારે વરસાદની સ્થિતિ છે ત્યારે શિક્ષણ વિભાગ(Department of Education)ના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
વડોદરામાં મંગળવારે તમામ સ્કૂલ-કોલેજો બંધ
બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને કારણે વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલો આવતીકાલે તા. 27-8-24ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી આર.આર. વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, “વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે તા. 27 ઓગસ્ટ, 2024ના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.”
આ પણ વાંચો -Gujarat Floods: CM ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અનુરોધ કર્યો
CM ભૂપેન્દ્ર પટેલે (BhupendraPatel)જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ.
આ પણ વાંચો -Ahmedabad: અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ; ભારે વરસાદથી તંત્ર સજ્જ, સાવચેત રહેવા સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 1 વાગ્યે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બચાવ રાહત અને હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. અધિકારીઓને જરૂરી સુચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેજ્યુલીટી પર ખાસ ભાર મૂક્યો હતો. અસરગસ્ત વિસ્તારોના કલેક્ટર અને કમિશ્નર સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી તમામ મદદ આપવાની બાહેંધરીઆપી હતી. NDRFના અધિકારીઓ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ મકાન વિભાગ, એનર્જી વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -Narmada Dam ના 23 ગેટ ખોલી નદીમાં કુલ 3.95 લાખ કયુસેક પાણી છોડાયું
આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ
ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જારી કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાનાં લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે.