Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'તાત્કાલિક સરેન્ડર થાવ તિસ્તા' : Gujarat High Court

તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી તિસ્તાને તત્કાલ આત્મસમર્પણનો HCનો આદેશ 2002ના રમખાણોમાં ખોટા પુરાવા ઉભા કરવાનો કેસ 2022માં SC વચગાળાની રાહત આપી હતી ગુજરાત હાઈકોર્ટે 2002ના રમખાણો બાદ ગુજરાતને બદનામ કરવાના કેસમાં આરોપી તિસ્તા...
01:19 PM Jul 01, 2023 IST | Vipul Pandya
તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો
હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી
તિસ્તાને તત્કાલ આત્મસમર્પણનો HCનો આદેશ
2002ના રમખાણોમાં ખોટા પુરાવા ઉભા કરવાનો કેસ
2022માં SC વચગાળાની રાહત આપી હતી
ગુજરાત હાઈકોર્ટે 2002ના રમખાણો બાદ ગુજરાતને બદનામ કરવાના કેસમાં આરોપી તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આદેશ પર સ્ટે આપવાની માંગ પણ ફગાવી દીધી હતી.
તિસ્તાને હાઇકોર્ટનો ઝટકો
તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે.  હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી છે.  તિસ્તાને તત્કાલ આત્મસમર્પણનો HCએ આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે  2002ના રમખાણોમાં ખોટા પુરાવા ઉભા કરવાનો કેસ હતો અને  2022માં SCએ વચગાળાની રાહત આપી હતી.
2022માં સુપ્રીમ કોર્ટે તિસ્તાને શરતી જામીન આપ્યા હતા
ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તિસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો---ભારે વરસાદના કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ તો ક્યાંક વીજળી ગુલ..!
Tags :
Gujarat High CourtGujarat riotsTeesta Setalvad
Next Article