Gujarat High Court : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે HC એ પક્ષકારોનો લીધો ઉધડો, કહ્યું- તમારું નિવેદન રેકૉર્ડ પર...
સાબરમતી નદીમાં (Sabarmati River) પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોનો ઉધડો લીધો હતો અને શુક્રવાર સુધીમાં તમામ પક્ષકારોને એફિડેવિટ ફાઇલ કરવા આદેશ કર્યો હતો. AMC, GPCB, અમદાવાદ મેગા ક્લીન એસો. અને AMC કમિશનરની આકરી ઝાટકણી કાઢી હતી અને કોર્ટે (Gujarat High Court) કહ્યું હતું કે, સાબરમતી નદી બચાવવાની છે, અને તમે લોકો હાઈડ એન્ડ સીક રમી રહ્યા છો! કામ કરી રહ્યાં છીએ કહીને કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો! કોર્ટે એમ પણ કહ્યું કે, તમારું નિવેદન રેકૉર્ડ પર લઈશું તો મુશ્કેલીમાં મુકાશો.
અમે તમારું નિવેદન રેકોર્ડ પર લઈશું તો મુશ્કેલીમાં મુકાશો : High Court
સાબરમતી નદીમાં પ્રદૂષણને (Pollution in Sabarmati River) લઈ અગાઉ પણ અનેકવાર હાઈકોર્ટે સરકાર અને તંત્રની ધીમી કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી. આ ગંભીર મામલે હાઈકોર્ટે (Gujarat High Court) સુઓમોટો લઈ સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન, કોર્ટે AMC, GPCB, અમદાવાદ મેગા ક્લીન એસો. અને AMC કમિશનર સહિતનાં તમામ પક્ષકારોનો બરોબરનો ઉધડો લીધો હતો. સાબરમતી નદીમાં (Sabarmati River) પ્રદૂષણ મુદ્દે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા તમામ પક્ષકરોને શુક્રવાર સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવા આદેશ કર્યો છે. માહિતી મુજબ, મેગા પાઇપલાઇન પર AMC એ જવાબદારી ન લેતા હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારી જવાબદારી શિફ્ટ ના કરો, આ પ્રેક્ટિસ બંધ કરો, અમે તમારું નિવેદન રેકોર્ડ પર લઈશું તો મુશ્કેલીમાં મુકાશો.
'CETP માંથી નદીમાં છોડાતું કેમિકલયુક્ત પાણી આજે જ બંધ કરવામાં આવે'
કોર્ટે કહ્યું કે, આ જાહેરહિતની અરજી સાબરમતી નદીને બચાવવા માટે છે અને તમે તમામ લોકો હાઈડ એન્ડ સીક રમી રહ્યા છો! આ સાથે કોર્ટે ટાઈમ ટુ ટાઈમ મોનિટરિંગનાં આદેશ છતાં પણ ટાસ્ક ફોર્સ ( Task Force) દ્વારા વર્ષ 2023 બાદથી કોઈ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવાનું પણ નોંધ્યું હતું. કોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન, CETP માંથી કેમિકલયુક્ત પાણી ડાઇરેક્ટ નદીમાં ઠાલવાતું હોવાનું પણ કોર્ટેના ધ્યાને લવાયું હતું. આથી કોર્ટે, તમામ 7 CETP નું ઇન્સ્પેકશન કરીને GPCB ને વિસ્તૃત સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. કોર્ટે નારોલ CETP નું આજે અને અન્ય તમામ CETP નું આવતીકાલ સુધીમાં ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો. આ સાથે જ કોર્ટે એમ પણ આદેશ કર્યો હતો કે, CETP માંથી નદીમાં છોડાતું કેમિકલયુક્ત પાણી આજે જ બંધ કરવામાં આવે.
'કામ કરી રહ્યા છીએ, કહીને કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છો ?'
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) AMC, GPCB, Task force સહિતનાં તમામ પક્ષકારોની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, કામ કરી રહ્યા છીએ, કહીને કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છો ? જણાવી દઈએ કે, AMC, GPCB, અમદાવાદ મેગા ક્લીન એસો. અને AMC કમિશનરને શુક્રવાર સુધીમાં એડીફેવિટ ફાઈલ કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો - Gandhinagar : ગામડાંઓની મહિલાઓ બની આત્મનિર્ભર, સખી મંડળની 8500 બહેનોએ કરી 4 કરોડની આવક
આ પણ વાંચો - Monsoon in Gujarat : મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માર્ગદર્શિકા જાહેર, નાગરિકોને કરાઈ ખાસ અપીલ
આ પણ વાંચો - Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?