Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Govt: સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે સફાઈ અભિયાન યથાવત

સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે સફાઈ અભિયાન યથાવત ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને રિટાયર્ડના કર્યો આદેશ માર્ગ- મકાન વિભાગના બે અધિકારીઓને સરકારે ઘરભેગા કર્યા   Gujarat Govt: ગુજરાત સરકારે (Gujarat Govt)વધુ બે ક્લાસ વન ઓફિસર(Class One Officers)ને ફરજિયાતપણે...
09:42 PM Aug 28, 2024 IST | Hiren Dave
  1. સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે સફાઈ અભિયાન યથાવત
  2. ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને રિટાયર્ડના કર્યો આદેશ
  3. માર્ગ- મકાન વિભાગના બે અધિકારીઓને સરકારે ઘરભેગા કર્યા

 

Gujarat Govt: ગુજરાત સરકારે (Gujarat Govt)વધુ બે ક્લાસ વન ઓફિસર(Class One Officers)ને ફરજિયાતપણે રિટાયર્ડ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટનો આંક એક ડઝન થયો છે. આજે માર્ગ- મકાન વિભાગમા એમ.એસ.ભોયા અને કે.ડી. રાઠોડ એમ બે વર્ગ- ૧ના બે ઇજનેરને ફરજિયાતપણે રિટાયર્ડ કર્યાના નોટિફિકેશન પ્રસિધ્ધ થયા છે.

 

આ બે  અધિકારીઓને  ફરજમાંથી મુક્ત  કર્યા

એમ.એસ. ભોયા, જે Executive Engineer (Civil) તરીકે મોડાસા (અરવલ્લી)માં માર્ગ-મકાન વિભાગમાં સેવા આપતા હતા, તેમજ કે.ડી. રાઠોડ, જે Executive Engineer તરીકે પંચાયત વિભાગ, હિંમતનગર (સાબરકાંઠા)માં સેવા આપતા હતા, હવે પોતાની ફરજોમાંથી મુક્ત કરાયા છે.

K D RATHOD PREMATURE RET. ORDER

M S BHOYA PREMATURE RET. Order

અગાઉ ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃતિ અપાઈ હતી

રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાનો સિલસિલો યથાવત છે. રાજ્ય સરકારે વધુ ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપી છે. જેમાં હથિયારી પીઆઇ એફ એમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા છે.

 

ત્રણેય PI સામે ACBના કેસ ચાલતા હતા

આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિના મામલે પણ સંડોવાયેલા હતા. જેને લઈને ત્રણેય અધિકારીઓને સરકારે ફરજીયાત નિવૃત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં રાજ્ય સરકારે પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

Tags :
BhupendrabhaiPatelClass-1CMOCMOGujaratCorruptionGandhinagar CMBhupendraPatelGujaratGujarat GovtGujaratFirstK.D. Rathore MMS BhoyaNotificationpremature retirementRetiredroad-building departmentstateTwo Class One Officers
Next Article