Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Reality Check: સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં છેલ્લા માળે આખો શેડ ફાઈબરનો! મોટી દુર્ઘટનાના એંધાણ

Gujarat First Reality Check: સેટેલાઈટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન તક્ષશિલા આગ કાંડ અને રાજકોટ ગેમઝોંન જેવી ઘટનાને આમંત્રણ આપતું સ્ટ્રકચર જોધપુર સ્કૂલ ઓફ ચિલ્ડ્રનમાં જોવા મળ્યું.  જોધપુર ખાતે આવેલ સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન સ્કૂલમાં જે રીતે અનઅધિકૃત બાંધકામ સામે આવ્યું છે....
gujarat first reality check  સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં છેલ્લા માળે આખો શેડ ફાઈબરનો  મોટી દુર્ઘટનાના એંધાણ

Gujarat First Reality Check: સેટેલાઈટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન તક્ષશિલા આગ કાંડ અને રાજકોટ ગેમઝોંન જેવી ઘટનાને આમંત્રણ આપતું સ્ટ્રકચર જોધપુર સ્કૂલ ઓફ ચિલ્ડ્રનમાં જોવા મળ્યું.  જોધપુર ખાતે આવેલ સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન સ્કૂલમાં જે રીતે અનઅધિકૃત બાંધકામ સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક (Gujarat First Reality Check)માં તે જોતાં ખરેખર અહીં સુરત તક્ષશિલા જેવી ઘટના બને તો તેના જેવી જ જાનહાનિ થાય તેવી સ્થતિ છે. આગળ જો ઘટના બને તો જવાબદારી કોની રહેશે?

Advertisement

કોર્પોરેશનમાં બાંધકામ અનઅધિકૃત હોવાની ફરિયાદ

રાજકોટનો ગેમ ઝોન અગ્નિ કાંડ જૂવો કે પછી સુરતની તક્ષશિલાની ઘટના હોય તંત્રની કોઈ જ પડી નથી કે આવી ઘટનાઓ ફરી બને કે ના બને બસ કામના નામ ઉપર માત્ર વાતો ઉપરથી કાર્યવાહી કરવાની સૂચના અને નોટિસ આપવામાં આવે છે. નોટિસ આવે ત્યારે જ કામગીરી કરવાનો બાકી ‘રામ રાજ્ય અને પ્રજા સુખી’ જેવી સ્થતિ છે. ખાસ સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન જોધપુર વિસ્તારનું સ્કૂલનું સ્ટકચર રેસિડન્સ એરિયામાં આવેલું છે. તેમ છતાં આ વિસ્તારના રહીશોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી કે અહી અનઅધિકૃત બાંધકામ છે. તેની ચકાસો નહીં તો સુરતના તક્ષશિલા કાંડ જેવી ઘટના સર્જાશે. બીજી તરફ આ વિસ્તારના રહીશોએ એનક વાર રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન તૈયાર ના હોય તેવું જોવા મળી રહ્યું છે.

સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રનની સામે અનેક ફરિયાદ છતાં પણ...

સ્કૂલના સૌથી ઉપરના ચોથી મંજિલે આખો ફાઈબરનો શેડ બનાવ્યો છે જે ખરેખર જોખમી છે. તેની નીચે એસીના કંપ્રેશન મોટા મોટા મૂકેલા છે અને વાયરો પણ છે. નોંધનીય છે કે, તે જોતાં આ બિલ્ડિંગમાં જો આગની ઘટના બને તો એક જ રસ્તો હોય જો ઘટના બને તો મોટી દુર્ઘટના બને અને ઉપરથી કૂદકા મારવા પડે તેવી સ્થતિ છે. કેમ કે રસ્તો પણ એક જ છે અને બિલ્ડિંગ ખોખા જેવી ઊભી કરી દેવામાં આવી છે. આમાં નથી વ્યવસ્થિત વેન્ન્ટીલેટર કે નથી કોઈ જાતની હવા ઉજાસ! અધૂરામાં પૂરૂ આ સ્કૂલની બિલ્ડિંગના જે ફાઈબર શેડ નીચે કોમપ્રેશન છે. તેની સામે બિલકુલ 2 મીટરમાં રહીશોના રસોડા (કિચન) આવેલા છે. જેથી ગૃહિણીઓને સ્કૂલ ચાલુ હોય ત્યારે અસહ્ય ગરમીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. તેટલે જ રહીશોએ આ સેટેલાઇટ સ્કૂલ ઓફ ચિલ્ડ્રનની સામે અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

Advertisement

તંત્રની અને સરકારનું ધ્યાન દોરવા ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક

અનેક વાર ફરિયાદો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ના જાણે કેમ સ્કૂલના સંચાલકો સાથે કોર્પોરેશન અધિકારીઓ સાંઠગાંઠ કરીને બેઠા છે કે શું? શા માટે એક્શન નહી લેવાયા? શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તેની રાહ જોવાઇ રહી છે? મોટી સવાલ એ થઈ રહ્યો છે કે, ગુજરાત ફર્સ્ટ તેની ફરજ સમજીને આવા એકમો સામે રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરી અને તંત્રની અને સરકારનું ધ્યાન દોરવા સતત પ્રયત્નશીલ છે. એટલે જ આવા એકમો સામે કેમ લાલ આંખ નથી કરવામાં આવતીએ પણ ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવે છે.

સોસાયટીના રહીશોએ કોર્પોરેશનમાં અનેક વાર ફરિયાદ કરી

બિયુ પરમિશન અને અનઅધિકૃત બાંધકામને લઈને પણ સોસાયટીના રહીશોએ કોર્પોરેશનમાં અનેક વાર ફરિયાદ કરી છે. અનેક વાર રજૂઆત છતાં અહી કોર્પોરેશનના અધિકારીઓ કામગીરી કરવાના મૂડમાં લાગતા નથી. બીજી તરફ આ સ્કૂલની સૌથી ઉપરનો માળ ટોટલ ફાઈબર સટ્રકચર અને અનઅધિકૃત બાંધકામ સાથે બનેલો શું આ જોખમો નથી કેમ આવું થઈ રહ્યું છે. મહાનગરો માં કડક કાર્યવાહી અને અન અધિકૃત બાંધકામને તોડવા મટે તંત્ર કેમ તૈયાર નથી ક્યારે કાર્યવાહી થશે? ગુજરાત ફર્સ્ટ ઉઠાવે છે સવાલ! અહી બીયું પરમિશન સાથે ફાયર એનઓસી છે કે કેમ? અને છે તો તે પૂરી થઈ ગઈ છે કે, યથાવત છે? તે પણ એક સવાલ છે.

Advertisement

અહેવાલ:સચિન કડિયા, અમદાવાદ (ગુજરાત ફર્સ્ટ)

આ પણ  વાંચો: Modi Cabinet :ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાં

આ પણ  વાંચો: Oath Ceremony 2024 : નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM પદના શપથ લેશે, Delhi માં આજે નો-ફ્લાય ઝોન…

આ પણ  વાંચો: Oath Ceremony 2024 : રાજઘાટ બાદ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, Delhi માં આ રસ્તાઓ સામાન્ય લોકો માટે બંધ…

Tags :
Advertisement

.