Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Human Trafficking : કલોલના એજન્ટોના ઘેર પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ, વાંચો શું જોવા મળ્યું

Human Trafficking : માનવ તસ્કરી (Human Trafficking Racket )ની આશંકાથી ગત 22 ડિસેમ્બરે પેરિસ ((Paris-Vatry Airport) ) નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. Human Trafficking Racket...
human trafficking   કલોલના એજન્ટોના ઘેર પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ  વાંચો શું જોવા મળ્યું

Human Trafficking : માનવ તસ્કરી (Human Trafficking Racket )ની આશંકાથી ગત 22 ડિસેમ્બરે પેરિસ ((Paris-Vatry Airport) ) નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. Human Trafficking Racket માં ફ્રાંસથી પરત આવેલા ગુજરાતીઓની ગુજરાતની સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે સીઆઇડી ક્રાઇમના એસપી સંજય ખરાતે કહ્યું કે Human Trafficking Racket ની આ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે એજન્ટો આ મુસાફરોને અલગ અલગ સ્ટોરીઓ કહેવાનું સમજાવતા હતા. ઘૂસણખોરી કરનારા ભારતીયોને એજન્ટો અમેરિકન એજન્સી (American Agency) સામે શું જવાબ રજૂ કરવો તે પહેલેથી જ શીખવાડી દેવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમ કલોલમાં રહેતા કેટલાક એજન્ટોને ત્યાં શનિવારે પહોંચી હતી પણ તમામ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેમના પરિવાર સાથે વાત કરાતા તેમણે બચાવ રજૂ કર્યો હતો.

Advertisement

કબૂતરબાજીમાં કોની-કોની સામે કયો ગુનો નોંધાયો

CID Crime એ IPC 370, 201 120 (b) માનવ તસ્કરીઆરોપીને મદદ કરવાનો તેમજ પૂરાવા નાશ કરવાનો અને કાવતરૂં રચવાના આરોપ હેઠળ 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો છે. જેમાં દિલ્હી નો જોગીન્દ્ર ઉર્ફે જગી પાજી, જોગીન્દ્ર માનસરામ, દુબઈ (Dubai) નો સલીમ, સેમ પાજી, મુંબઈ (Mumbai) નો રાજા, રાજુ પંચાલ, મહેસાણા (Mahesana) નો કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, સંદીપ પટેલ, ગાંધીનગર (Gandhinagar) નો ભાર્ગવ દરજી, પિયુષ બારોટ, અપ્રિતસિંહ ઝાલા, બિરેન પટેલ અને જયેશ પટેલનો સમાવેશ થાય છે.

માનવ તસ્કરીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ

વાયા UAE Europe Mexico થઈને ભારતીયોને અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે. માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડ (International Racket) માં ભારતના જુદાજુદા રાજ્યોના એજન્ટની ભૂમિકા ઉપરાંત દુબઈ, મેક્સિકો અને અમેરિકા સ્થિત પંજાબી એજન્ટોની ભૂમિકા સામે આવી છે. અમેરિકા વાંચ્છુઓના પ્રતાપે કબૂતરબાજીનો ધંધો વર્ષોથી ધમધોકાર ચાલે છે. આજથી બે દસકા અગાઉ માત્ર ઉત્તર ગુજરાતનો પટેલ સમાજ અમેરિકા જવા કોઈ પણ રીત અજમાવતો હતો. આજે અન્ય સમાજ પણ USA જવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા વાંચ્છુઓ મનોકામના પૂરી કરવા માટે કબૂતરબાજીનું નેટવર્ક ચલાવતા એજન્ટોને જરા સરખો પણ વિચાર કર્યા વિના લાખો રૂપિયા ચૂકવી આપે છે. તાજેતરમાં ફ્રાંસ (France) ના વેટ્રી એરપોર્ટ (Vatry Airport) પર એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ એ માનવ તસ્કરીનો ભાંડો ફોડી એક આખે આખું પ્લેન પકડ્યું હતું અને ત્યારથી તમામ એજન્ટો ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.

Advertisement

ભાર્ગવ હાલ દિલ્હી ગયો છે

માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટની ટીમ શનિવારે કલોલમાં રહેતા એજન્ટ ભાર્ગવ દરજીના ઘેર પહોંચ્યું હતું. ભાર્ગવના માતા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે ભાર્ગવ હાલ દિલ્હી ગયો છે. અમે જ્વેલર્સનો ધંધો કરી રહ્યા છીએ અને બીજા મિત્રોની મદદ કરવા માટે ભાર્ગવે આ કર્યું હતું. તેમણે કહ્યું કે હજું પણ જો મારા દીકરાને પોલીસ બોલાવશે તો તે દિલ્હીથી આવીને જવાબ આપશે.

Advertisement

જમીનોના ધંધાના તેના દુશ્મનોએ તેનું નામ પોલીસમાં લખાવ્યું

ત્યારબાજ ગુજરાત ફર્સ્ટની ટીમ કલોલના જ એજન્ટ પ્રણવ બારોટના ઘેર પહોંચ્યું હતું. ટીમ પહોંચતા જાણવા મળ્યું કે પ્રણવ બારોટ છેલ્લા 3 દિવસથી પોતાના ઘેર નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પરિવારે કહ્યું કે પ્રણવ જમીનની લે વેચનું કામ કરે છે અને જમીનોના ધંધાના તેના દુશ્મનોએ તેનું નામ પોલીસમાં લખાવ્યું છે. પોતાનો પુત્ર આવું ક્યારેય કરી ના શકે તેવો બચાવ પરિવારે કર્યો હતો.

બિરેન પટેલના પરિવારે મીડિયા સાથે વાતચીત કરવાની ના પાડી

CID ક્રાઈમ દ્વારા 14 એજન્ટનો નામ જાહેર કરવામાં આવ્યા છે, તેમાં કલોલના બિરેન ગિરીશ પટેલનું પણ એજન્ટ તરીકે નામ છે. બિરેનના ઘેર પહોંચતા જાણવા મળ્યું કે તેના ઘેર તેની માચા અને દિકરી હતા. કલોલની અક્ષર પાર્ક સોસાયટીમાં રહેતા બિરેન પટેલના પરિવારે મીડિયા સાથે વાતચીત કરવાની ના પાડી દીધી હતી. પરિવારે રટણ કર્યું હતું કે બિરેન હાલ ક્યાં છે અને તેણે શું કર્યું છે તેની તેમને જાણ નથી.

સંદીપ પટેલ અને તેનો પરિવાર ગાયબ

ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમ અન્ય એજન્ટ કલોલમાં રહેતા સંદીપ પટેલના ઘેર પહોંચ્યું હતું જ્યાં તેના મકાનમાં તાળુ જોવા મળ્યું હતું. સંદીપ પટેલ અને તેનો પરિવાર ગાયબ થયેલો જણાયો હતો.

આ પણ વાંચો----ASSYLUM: ગુજરાતી-પંજાબીઓ અમેરિકામાં ઘૂસવા મોદી સરકારને કરે છે બદનામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.