Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું કોંગ્રેસ જમ્મુમાં અલગ ઝંડાનું સમર્થન કરે છે ? : CM ભુપેન્દ્ર પટેલ

CM ભુપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર પ્રહાર કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરતા CMના પ્રહાર સત્તાથી વિમુખ કોંગ્રેસ પાર્ટીએ દેશની એકતા તોડવાનું મન બનાવ્યું શું કોંગ્રેસ જમ્મુમાં અલગ ઝંડાનું સમર્થન કરે છે ? : CM ભુપેન્દ્ર પટેલ   Gujarat CM...
શું કોંગ્રેસ જમ્મુમાં અલગ ઝંડાનું સમર્થન કરે છે     cm ભુપેન્દ્ર પટેલ
  1. CM ભુપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર પ્રહાર
  2. કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરતા CMના પ્રહાર
  3. સત્તાથી વિમુખ કોંગ્રેસ પાર્ટીએ દેશની એકતા તોડવાનું મન બનાવ્યું
  4. શું કોંગ્રેસ જમ્મુમાં અલગ ઝંડાનું સમર્થન કરે છે ? : CM ભુપેન્દ્ર પટેલ

Advertisement

Gujarat CM : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ(Congress)ના NC સાથેના ગઠબંધન મુદ્દે ભૂપેન્દ્ર પટેલે (BhupendraPatel)શાબ્દિક પ્રહાર કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તાની લાલચમાં દેશની સુરક્ષા સાથે રમત રમી રહી છે. કોંગ્રેસ NC સાથે ગઠબંધન કરીને તેના ઈરાદા જાહેર કર્યા છે. શું કોંગ્રેસ અલગ ઝંડાના વાયદાનું સમર્થન કરે છે? શું કોંગ્રેસ ફરીથી આંતકવાદમાં J&Kને ધકેલવા માગે છે?’

Advertisement

કોંગ્રેસના NC સાથેના ગઠબંધન મુદ્દે ભૂપેન્દ્ર પટેલે શાબ્દિક પ્રહાર કર્યા

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે 22 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ 90 બેઠકો પર ગઠબંધનની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ 52 અને કોંગ્રેસ 38 સીટો પર ચૂંટણી લડી શકે છે. હજુ પણ કેટલીક બેઠકોને લઈને બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તેવામાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના NC સાથેના ગઠબંધન મુદ્દે ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM )શાબ્દિક પ્રહાર કર્યા છે.

આ પણ  વાંચો -Gujarat Heavy Rain: ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર,સૌથી વધુ આ જિલ્લામાં ખાબક્યો

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં કરેલા ગઠબંધનને મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલના પ્રહાર

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના NC સાથેના ગઠબંધન મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તાની લાલચમાં દેશની સુરક્ષા સાથે રમત રમી રહી છે. કોંગ્રેસ NC સાથે ગઠબંધન કરીને તેના ઈરાદા જાહેર કર્યા છે. શું કોંગ્રેસ અલગ ઝંડાના વાયદાનું સમર્થન કરે છે? શું કોંગ્રેસ ફરીથી આંતકવાદમાં J&Kને ધકેલવા માગે છે?’

આ પણ  વાંચો -ACB Trap : લાંચ કેસના આરોપી વકીલની કેમ 24 કલાક બાદ થઈ ધરપકડ ?

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઇ કેવો છે માહોલ?

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ અહીંનું પ્રાદેશિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ વખતે રાજ્યની સૌથી મહત્વપૂર્ણ બેઠકો પૈકીની એક બીરવાહમાં મુકાબલો એકતરફી થઈ શકે છે. જો કે, નવી સીમાંકન અને કલમ 370 હટાવવાથી, અહીં પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ આંકડાઓ ભારતીય ગઠબંધનની તરફેણમાં જણાય છે. બીરવાહ વિધાનસભા સીટ 2014માં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાસે ગઈ હતી, પરંતુ 2024માં સ્થિતિ અલગ છે.

આ પણ  વાંચો -kutch : વર્માનગરની ઓઢણ નામની ભેંસે બનાવ્યો નવો રેકોર્ડ

જમ્મુ-કાશ્મીરમાં 2014 પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી?

જમ્મુ-કાશ્મીરમાં 2014 પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન ઘાટીમાં સ્થિતિ ઘણી હદે બદલાઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે અને અહીંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. નવું સીમાંકન થયું છે અને બિન અનામત બેઠકો બદલાઈ છે. ઘણી જૂની બેઠકો ખતમ થઈ ગઈ છે અને નવી બેઠકો બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો સામે મુશ્કેલ પડકાર છે.

Tags :
Advertisement

.