GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશ્નર
- અમદાવાદ કલેક્ટર રહી ચુક્યા છે વિક્રાંત પાંડે
- રૂપાણી સરકાર દરમિયાન સંકટ મોચક સાબિત થયા વિક્રાંત પાંડે
- કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન દરમિયાન કામગીરીથી તેઓ થયા પ્રભાવિત
IAS Vikrant Pandey : દિલ્હીમાં ડેપ્યુટેશન પૂર્ણ કર્યા બાદ હાલમાં જ હોમ કેડર ગુજરાતમાં પરત આવનારા 2005 ની બેચના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસીડેન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી ડેપ્યુટેશન પૂર્ણ કર્યા બાદ હાલમાં જ પરત ફરનારા ગુજરાત કેડરના 2005 ની બેચના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસિડેન્ટ કમિશનર રહેશે. ગુજરાત પરત ફર્યા બાદ પાંડે 13 ડિસેમ્બર સુધી રજા પર રહેશે.
આ પણ વાંચો : Syed Mushtaq Ali Trophy : બે ભારતીય ક્રિકેટરો વચ્ચે થઇ જબરદસ્ત બબાલ, જુઓ Video
તેઓની દિલ્હીમાં નિમણૂંક લગભગ નિશ્ચિત હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સચિવાલયમાં અગાઉ ચર્ચા હતી કે IAS અધિકારી વિક્રાંત પાંડેને ફરીથી દિલ્હીમાં જ પરત પોસ્ટિંગ માટે મોકલવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી હતી. અગાઉ પણ વિક્રાંત પાંડે ડેપ્યુટેશન પર દિલ્હી ગયા હતા. જો કે હવે તેમને દિલ્હીનું કાયમી પોસ્ટિંગ જ મળી ચુક્યું છે.
આ પણ વાંચો : Gujarat માં ભર શિયાળે પડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલે કરી ગાત્રો થીજાવતી આગાહી
વિક્રાંત પાંડે ગુજરાત-કેન્દ્ર સરકારની ગુડબુકમાં પહેલાથી જ હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, વિક્રાંત પાંડે પહેલાથી જ મોદી સરકારની ગુડ બુકમાં હતા. IAS અધિકારી વિક્રાંત પાંડે વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન જ તેઓ સરકારની ગુડબુકમાં આવી ગયા હતા. IAS અધિકારી વિક્રાંત પાંડે નવેમ્બર 2019 થી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર હતા. વિક્રાંત પાંડેનો ડેપ્યુટેશન પર પાંચ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. આ અગાઉ તેઓ રાજકોટમાં કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
આ પણ વાંચો : કોર્ટમાં જજ પર કૂદકો મારનારા યુવકને કોર્ટે ફટકારી કડક સજા
કોણ છે વિક્રાંત પાંડે
વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યાર બાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSC માં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતી. ત્યાર બાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન પણ તેમનાં પ્રદર્શનથી ખુશ થઇને સરકાર દ્વારા હવે તેમને દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો