Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat BJP : સંસદીય દળ એ ગુજરાતનાં આ બે સાંસદોને સોંપી મહત્ત્વની જવાબદારી

ગુજરાત ભાજપમાંથી (Gujarat BJP) મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના બે સાંસદોને દંડક (Dandak) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી સાંસદ ધવલ પટેલ (Dhaval Patel) અને દેવુસિંહ ચૌહાણને આ જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા માટે ભાજપનાં સંસદીય દળ દ્વારા...
gujarat bjp   સંસદીય દળ એ ગુજરાતનાં આ બે સાંસદોને સોંપી મહત્ત્વની જવાબદારી

ગુજરાત ભાજપમાંથી (Gujarat BJP) મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના બે સાંસદોને દંડક (Dandak) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી સાંસદ ધવલ પટેલ (Dhaval Patel) અને દેવુસિંહ ચૌહાણને આ જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા માટે ભાજપનાં સંસદીય દળ દ્વારા બંને સાંસદોને આ મહત્ત્વની જવાબદારી સોંપાઈમાં આવી છે.

Advertisement

ગુજરાતના બે સાંસદોને સોંપાઈ દંડકની જવાબદારી

ગુજરાતના બે સાંસદ અને ભાજપ નેતા ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને (Devusinh Chauhan) મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. માહિતી મુજબ, લોકસભા (Lok Sabha) માટે ભાજપના સંસદીય દળ દ્વારા બંને નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મુખ્ય દંડક તરીકે ડો. સંજય જૈસ્વાલની (Sanjay Jaiswal) પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP) 16 જેટલા સાંસદોને દંડક બનાવ્યા છે. આ 16 પૈકી ગુજરાતનાં બે સાંસદોને દંડકની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

લોકસભા માટે ભાજપના સંસદીય દળ દ્વારા સોંપાઈ જવાબદારી

જણાવી દઈએ કે, દેવુસિંહ ચૌહાણ ખેડા (Kheda) જિલ્લાથી BJP સાંસદ છે. જ્યારે ધવલ પટેલ વલસાડ (Valsad) જિલ્લાથી સાંસદ છે. ત્યારે હવે પાર્ટી દ્વારા તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા બેઠક યોજી ચર્ચા-વિચારણા કરી દેશભરમાં 16 સાંસદોને દંડક બનાવ્યા છે, જેમાંથી બે સાંસદ ગુજરાતથી છે.

Advertisement

આ પણ વાંચો - Ambaji : ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી! આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો

આ પણ વાંચો - Theka Coffee ના કરોડપતિ માલિકની ઉંઘ હરામ કરનારને ક્રાઈમ બ્રાંચે ગોવાથી પકડ્યો

આ પણ વાંચો - Kutch : જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેલમાં બંધ આરોપી મનીષા ગોસ્વામીને લઈ મોટા સમાચાર

Tags :
Advertisement

.